શિયાળાની મોસમમાં ઈમ્યુનિટી બળવાન રાખવી ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે. કેમ કે આ ઋતુમાં આપણી ઈમ્યુનિટી ખૂબ જ નબળી થતી જાય છે. જે આરોગ્ય માટે હાનિકર્તા હોઈ શકે છે. ઈમ્યુનિટી નબળી થવી એટલે મોસમી ચેપનું જોખમ વધુ. શિયાળાની ઋતુમાં આવા અનેક ખોરાક હોય છે કે જે આરોગ્ય માટે ખૂબ લાભદાયક ગણવામાં આવે છે. શિયાળામાં વિટામિન તથા પોષણથી ભરપૂર ફળો લેવાનું ખૂબ લાભદાયક ગણવામાં આવે છે. આ ફળની ઈમ્યુનિટી બળવાન કરવામાં સહાય કરી શકે છે.
બળવાન ઈમ્યુનિટી આપણને શરદી તથા વાયરલ ઈન્ફેક્શનથી બચાવવામાં સહાય કરે છે. જો તમે વાયરલ તથા મોસમી ચેપથી બચવા ઈચ્છો છો તો તમારે તમારા ખાન પાન પર વિશેષ ધ્યાન આપવુ પડશે અને તમારા આહારમાં આવી વસ્તુઓનો સમાવેશ કરો જે તમારી ઈમ્યુનિટી વધારવાનું કામ કરે છે. શિયાળામાં વિટામિન, એન્ટીઓકિસડન્ટ, જલન વિરોધી ફળોનું વધુ માત્રામાં સેવન કરવું જોઈએ. તો ચાલો આવા ફળો વિશે માહિતગાર કરીએ કે જે શિયાળામાં તમારી રોગપ્રતિકારક શક્તિને બળવાન બનાવવામાં સહાય કરી શકે.
1. સફરજન :
શિયાળાની ઋતુમાં ફળ ખાવાનું આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. સફરજન તે ફળમાંનુ એક છે કે જે શરીરને અનેક ગંભીર બિમારીઓથી દૂર રાખવાનું કાર્ય કરી શકે છે. સફરજનના સેવનથી રોગપ્રતિકારક શક્તિમા ખુબજ વધારો થાય છે.
2. જામફળ :
શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે જોવા મળતા ફળ એટલે જામફળ. જામફળને વિટામિન સી તેમજ એન્ટીઓકિસડન્ટોથી ભરપુર ગણવામાં આવ્યા છે. જે માનવશરીરને ચેપથી બચાવવા માટે કાર્ય કરી શકે છે. ઈમ્યુનિટી વધારવા માટે પણ જામફળ ફાયદાકારક ગણવામાં આવે છે.
3. સંતરા :
સંતરાને વિટામિન સી તેમજ કેલ્શિયમનો સારો એવો સ્રોત ગણવામાં આવે છે. રોગપ્રતિકારક શક્તિને બળવાન કરવા વિટામિન સી ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તેથી શિયાળાની ઋતુમાં સંતરા અથવા સંતરાનો રસ પીવો ખૂબ ગુણકારી ગણવામાં આવે છે.
4. દાડમ :
દાડમને આયર્નનો ખુબ જ સારો સ્રોત ગણવામાં આવે છે. દાડમ અથવા દાડમનો રસ આરોગ્ય માટે ખૂબ ગુણકારી ગણવામાં આવે છે. દાડમ લોહીને પાતળું કરવાનુ કામ પણ કરે છે. દાડમ ઈમ્યુનિટી માટે ફાયદાકારક ગણવામાં આવે છે.
5. નાસપતી:
શિયાળાની ઋતુમાં નાસપતીનો ખૂબ પસંદ કરવામાં આવે છે. નાસપતીનો ખાટો તેમજ મીઠો સ્વાદ લોકોને ખુબ જ પસંદ આવે છે. નાસપતીનો માત્ર ખોરાકમાં જ નહીં પરંતુ આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. નાસપતીમાં વિટામિન સી અને એન્ટીઓકિસડન્ટ જેવા ગુણધર્મો વધુ માત્રામા જોવા મળે છે. જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો.
Facebook: જીગલો ગુજરાતી
Instagram:જીગલો ગુજરાતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team