રમત- ગમત

આ ડોક્ટર લેડી છે ભારતની સૌથી ઝડપી સુપર બાઇકર અને સાથે એક પ્રખ્યાત ડેન્ટિસ્ટ પણ

મિત્રો, આજે આપણે એક અદ્ભુત મહિલા અને સાથે ડેન્ટિસ્ટ ડોકટરની વાત કરવાના છીએ કે જે અન્ય ડેન્ટિસ્ટ કરતા ઘણા જુદા છે. હા, તે એક નિષ્ણાત ડેન્ટિસ્ટ છે. પરંતુ તે સિવાય તે એક હિંમતવાન વ્યક્તિ છે જે આંતરરાષ્ટ્રીય સુપરબાઇક રેસ અને વિનિંગ ચેમ્પિયનશિપમાં ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે પોતાની બાઇક ચલાવે છે. ખરેખર આ સફળ ડેન્ટિસ્ટ મહિલાની વાત જાણવા જેવી છે.

Image Source

આપણે સૌ જાણીએ છીએ કે સદીઓથી ભારતમાં પુરુષનું પ્રભુત્વ રહેલું છે પરંતુ હવે ધીમે ધીમે મહિલાઓ પણ પોતાનું પ્રભુત્વ જમાવતા જાય છે. પણ હજી તે વધુ પ્રમાણમાં નથી. આપણે બધાને ખબર જ છે કે મોટા ભાગના વ્યાવસાયિક ક્ષેત્રમાં વધારે પડતા પુરુષોનો જ સમાવેશ હોય છે.

જોકે બદલાતા સમયની સાથે બાકીની દુનિયાની જેમ જ ભારતીય મહિલાઓને પણ વ્યાવસાયિક જીવનમાં સાહસ કરવાની તક મળી રહી છે અને તેઓ તેમની પ્રતિભા અને દ્રઢ નિશ્ચય દ્વારા સફળતાની નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. અહીં એક એવી વાત છે જે ઘણી સ્ત્રીઓ માટે પોતાનાં સ્વપ્નોને સાકાર કરવા માટે પ્રેરણા સ્ત્રોત બની શકે છે.

Image Source

આ પણ વાંચો: વિરાટ કોહલી માત્ર સ્ટાર ક્રિકેટર જ નથી, એક સ્ટાર બિઝનેસમેન પણ, જાણો

ડૉ. નેહારિકા યાદવ એક લાયક અને ડેન્ટિસ્ટની પ્રેક્ટિસમાં વ્યસ્ત રહેતી મહિલા છે પણ એટલું પુરતું નથી. ડેન્ટલ સર્જન હોવા ઉપરાંત ડૉ. નેહારિકા પ્રોફેશનલ કોમ્પિટિટિવ રેસર છે. ડેન્ટિસ્ટ અને એક પ્રોફેશનલ સુપરબાઇકર. એવું લાગે છે કે આનાથી બીજું અશક્ય કાઈ હોય જ ના શકે, ખરું ને?

Image Source

પશ્ચિમના દેશોમાં મહિલાઓ માટે વ્યાવસાયિક રીતે રેસિંગમાં જવું એ સામાન્ય બાબત છે. પણ ભારતમાં તે કંઈક નવું અને અનોખું છે. ડૉ. નેહારિકા યાદવ, જે બન્નેને સાંભળે છે એક ડેન્ટિસ્ટ્રી અને બીજું સુપર બાઇકર. તેઓએ સૌ પ્રથમ બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટમાં ૨૦૦૦ કિલોમીટરના ટ્રેક પર ભાગ લઈ ચૂક્યા છે.

Image Source

ડૉ. નેહારિકાએ આંતરરાષ્ટ્રીય સુપરબાઇક રેસમાં ભાગ લેવા માટે જરૂરી ફિટનેસનું સ્તર જાળવી રાખવા માટે સખત તાલીમ લીધી હતી કેમકે ફિટનેસ સિવાય બીજી ગુણવત્તાની પણ જરૂર હોય છે. સુપરબાઇક રેસરે દુનિયાની મુસાફરી કરતુ રેવું પડે છે તેથી તેના અત્યંત વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં ડૉ. નેહારિકા હાઈટેક કોસ્મેટિક ડેન્ટલ પ્રેક્ટિસ ચલાવે છે.

Image Source

આ પણ વાંચો: જાણો, ભારતને ગૌરવ અપાવનાર કલ્પના ચાવલાની સફળતાની કહાની…

એક સુંદર લેડી ડેન્ટિસ્ટ ડૉ. નેહારિકા સ્પર્ધામાં ભાગ લેવા માટે દુનિયાનો પ્રવાસ કરે છે અને રમત માટે જરૂરી ફિટનેસ જાળવી રાખવા માટે જિમમાં પણ નોંધપાત્ર સમય વિતાવે છે. તો તમે વિચારતા હશો કે શું તેની પાસે ડેન્ટિસ્ટ તરીકે કામ કરવાનો સમય રહેતો હશે? ઘણા ડેન્ટિસ્ટો ફક્ત દાંતની પ્રેક્ટિસ કરતા હોય તેમ છતા વ્યસ્ત હોય છે. જોકે, ડૉ. નેહરિકાના કિસ્સામાં સમય માત્ર એક તબક્કો છે. પોતાના વ્યસ્ત કાર્યક્રમ છતાં તે સમયની ગોઠવણ કરીને ડેન્ટલ પ્રેક્ટિસ સફળતાપૂર્વક ચલાવવાના પ્રયત્નો કરે છે.

Image Source

ડેન્ટિસ્ટ અને ઇન્ટરનેશનલ સુપરબાઇક રેસર તરીકે તેમની સખત મહેનત અને સફળતાને કારણે ડૉ. નેહારિકાને સમયાંતરે ઘણી પ્રશંસા મળી રહી છે. તેમની આ સફળતા સમાચારો અને ઓનલાઇન મીડિયામાં વ્યાપક પણે આવરી લેવામાં આવી છે. ભારતીય ડેન્ટલ કોમ્યુનિટી વતી ડેન્ટિસ્ટ્રીના વ્યવસાયમાં અને ભારતીય બાઇકિંગ સ્પોર્ટ્સમાં સારું નામ લાવવા બદલ ડૉ. નેહારિકાને અભિનંદન પણ આપવામાં આવ્યા છે.

Image Source

આ પણ વાંચો: બર્ડ ફ્લૂના પ્રકોપમાં નોનવેજ ખાઈને ના લેશો જોખમ, આ આંઠ વસ્તુઓમાં ચિકન અને ઇંડા કરતાં પણ વધારે પ્રોટીન હોય છે

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Raj

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

4 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

4 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

4 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

4 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

4 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

4 years ago

This website uses cookies.