શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે. આ સમયમા ઘણા વ્યક્તિઓ ઘણી બધી વસ્તુઓ ખાવા નો આગ્રહ રાખતા હોય છે. પરંતુ તેમને ખબર નથી હોતી કે ઘણી વસ્તુઓ આપણા શરીર માટે નુકસાનકારક હોય છે. આપણે કેટલીક વસ્તુઓ નો ગેરફાયદા જાણ્યા વગર જ તેનો વપરાશ કરતા હોઈએ છીએ. પરંતુ કેટલીક વસ્તુઓ ઋતુ પ્રમાણે જો ખાવામા આવે તો તે ફાયદાકારક છે. ઘણી વસ્તુઓ અમુક ઋતુમા આપણા શરીર ને નુકસાન કરે છે. આજે અમે તમને કેટલીક એવી વસ્તુ જણાવવા જઇ રહ્યા છીએ જે શિયાળા મા ખાવાથી આપણા શરીરમા ખૂબ જ વધુ પ્રમાણ મા નુકસાન થઈ શકે છે.
દૂધ
દૂધ એક પૌષ્ટિક આહાર છે. દૂધ પીવાના ઘણા બધા ફાયદા છે. પરંતુ શિયાળા મા જ વધુ પ્રમાણમા દૂધ પીવામા આવે તો શરીર ને નુકસાન થાય છે. દૂધ તાસીરે ઠંડુ હોવાને લીધે કફની સમસ્યા ઉત્પન્ન કરે છે. તેથી જે લોકો પહેલાથી કફની સમસ્યા થી પીડાતા હોય તેમને દૂધ પીવું જોઈએ નહીં.
જંક ફૂડ
બજારમાં મળતા જંકફૂડ ની અંદર તેલ મીઠાનું પ્રમાણ વધારે હોય છે. તે પ્રમાણે તેમાં પ્રોટીન ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. તેથી તમારા રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો કરશે. શરદી,ઉધરસની સમસ્યા ઉત્પન્ન કરશે.શિયાળામાં આ ઉપરાંત અથાણું વિનેગર માંથી વસ્તુઓ બનતી હોય તેવી વસ્તુ ખાવી ન જોઈએ. કારણ કે તેનાથી શરદી થવાની સંભાવના રહે છે. આ ઉપરાંત વધારે પડતી તળેલી વસ્તુઓ પણ ના થવી જોઈએ કારણ કે શિયાળામાં તેલમાં તળેલી વસ્તુઓ ખાવાથી એક કરોલીન નામનો તત્વો આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે.
જે આપણા શરીરમાં શરદી-તાવ ઉધરસ નું કારણ બને છે. શિયાળામાં વધારે પડતા આઇસ્ક્રીમ ઠંડા પીણા આપણા શરીરમાં વધારે ઠંડી આવે છે.શરદી ઉધરસ કફ થવાની સમસ્યા થાય છે. આ ઉપરાંત શિયાળામાં મોટાભાગે લોકો આલ્કોહોલનું સેવન કરવું વધારે યોગ્ય સમજતા હોય છે. પરંતુ આલકોહોલ શરીર ને ડીહયડ્રેટ કરી નાખે છે. જે શરીર માટે નુકસાનકારક છે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team