મિત્રો, હાલનો સમય એટલો વ્યસ્તતા ભરેલો બની ચુક્યો છે કે, લોકો પાસે પોતાના સ્વાસ્થ્યની સારસંભાળ લેવા માટેનો સમય જ નથી રહેતો અને પરિણામે લોકો અનેકવિધ જીવલેણ સમસ્યાઓથી પીડાય છે. આ સમાંસ્યોમાની એક સમસ્યા છે ડાયાબીટીસ. આ એક એવી જીવલેણ સમસ્યા છે કે,જે આજીવન તમારી સાથે રહે છે. આ બીમારીને તમે દૂર તો ના કરી શકો પરંતુ, તેને નિયંત્રિત અવશ્ય કરી શકો. આજે આ લેખમા અમે તમને આઠ એવા ફળો વિશે જણાવીશુ કે, જેનો તમે રોજીંદા આહારમા સમાવેશ કરશો તો તે તમારી આ સમસ્યાને અવશ્ય દૂર કરશે, તો ચાલો જાણીએ આ ફળો વિશે.
બેરીઝ :
આ ફળમા પુષ્કળ પ્રમાણમા એન્ટી-ઓક્સીડન્ટ સમાવિષ્ટ હોય છે. જો તમે તમારા રોજીંદા ભોજનમા આ ફળનો સમાવેશ કરો છો તો તમે ડાયાબીટીસ ની સમસ્યામાથી સરળતાથી રાહત મેળવી શકો છો.
ચેરી :
આ ફળમા પુષ્કળ માત્રામા કેલરી અને કેલ્શિયમ સમાવિષ્ટ હોય છે, જે તમારા બ્લડસુગર લેવલ ને નિયંત્રણમા રાખે છે અને તમને ડાયાબીટીસ ની સમસ્યામા રાહત આપે છે. આ ઉપરાંત તે કેન્સર જેવી સમસ્યાઓ ને પણ નિયંત્રણમા લાવવા માટે સહાયરૂપ સાબિત થઇ શકે છે.
પીચ :
આ ફળમા પુષ્કળ પ્રમાણમા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા મેટાબોલીઝમ ને બુસ્ટ કરે છે અને તમને ડાયાબીટીસ ની સમસ્યા સામે રાહત આપી શકે છે.
જરદાલુ :
આ ફળમા ભરપૂર માત્રામા ફાઈબર સમાવિષ્ટ હોય છે. જો તમે તેને તમારા રોજીંદા આહારમા સમાવેશ કરો તો તમારુ ડાયાબીટીસ નિયંત્રિત રહે છે અને તમારુ સ્વાસ્થ્ય પણ સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.
સફરજન :
આ ફળમા પુષ્કળ પ્રમાણમા ફાઈબર અને વિટામીન-સી મળી રહે છે જે તમારી ડાયાબીટીસ ની સમસ્યાને નિયંત્રિત કરવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ ઉપરાંત સફરજન ના નિયમિત સેવનથી તમારુ હૃદય પણ સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે માટે આ ફળનો તમારા રોજીંદા આહારમાં અવશ્યપણે સમાવેશ કરવો.
નારંગી :
આ ફળમા આવશ્યક માત્રામા વિટામીન-સી અને અન્ય અનેકવિધ પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા બ્લડપ્રેશર ને નિયંત્રણમા રાખે છે અને તમને ડાયાબીટીસ જેવી જીવલેણ સમસ્યાઓથી દૂર રાખે છે. માટે જ આ ફળનુ નિયમિતપણે સેવન અવશ્ય કરવું.
નાસપતી :
આ ફળનુ સેવન કરવુ ખુબ જ સરળ હોય છે, તેના માટે આપણે કોઈપણ જાતનો પરિશ્રમ કરવો પડતો નથી. તેમા પુષ્કળ માત્રામા વિટામીન-કે અને ફાઈબર સમાવિષ્ટ હોય છે, જે પાનાં હાડકા તો મજબુત બનાવે જ છે પરંતુ, તેની સાથે-સાથે ડાયાબીટીસ ની સમસ્યાને પણ નિયંત્રિત રાખે છે.
કીવી :
આ ફળમા પુષ્કળ માત્રામા પોટેશિયમ, ફાઈબર અને વિટામીન-સી સમાવિષ્ટ હોય છે. જો તમે તમારા રોજીંદા ભોજન સાથે આ ફળનુ સેવન કરશો તો તમારી ડાયાબીટીસ ની સમસ્યા નિયંત્રણમા રહેશે અને તમારુ સ્વાસ્થ્ય પણ સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team