જાણો દેવોત્થન એકાદશી ક્યારે છે અને કેમ આ દિવસે ચોખા તેમજ મીઠું ખાવુ વર્જિત છે?

પ્રભુ શ્રી વિષ્ણુ અષાઢ માસની શુક્લ અગિયારસ પર ચાર માસ યોગનિદ્રામા ચાલ્યા જાય છે. આ બાદ તે કારતક માસની શુક્લ અગિયારસે જાગૃત થાય છે. આ ચાર માસમાં દેવના સુવાને લીધે તમામ માંગલિક કાર્યો પ્રતિબંધિત થઈ જાય છે. પ્રભુ શ્રી વિષ્ણુ જાગે છે ત્યારે જ કોઈ શુભ કાર્ય કરી શકાય છે. દેવના જાગવા અથવા ઉત્થાન હોવાને કારણે તેને દેવ ઉઠી અગિયારસ કહેવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવાનું ખાસ મહત્વ હોય છે. એવું કહેવાય છે કે આનાથી માનવીને મોક્ષ પ્રાપ્ત થાય છે. તેને સૌથી મોટી અગિયારસ પણ ગણવામાં આવે છે.


Image source

દેવ ઉઠી અગિયારસ પર કઈ બાબતનુ ધ્યાન રાખવું જોઈએ?

નિર્જળા ઉપવાસ અથવા ફક્ત પાણીવાળા પદાર્થો પર કરવો જોઈએ. જો દર્દી, વૃદ્ધ, બાળક અથવા વ્યસ્ત વ્યક્તિ હોય તો માત્ર એક જ સમયનો ઉપવાસ રાખવો જોઈએ અને ફળાહાર કરવુ જોઈએ. જો તે શક્ય ન હોય તો, આ દિવસે ચોખા તથા નમક ન ખાવુ જોઈએ. પ્રભુ વિષ્ણુ અથવા તમારા ઈષ્ટદેવની ઉપાસના કરવી. આ દિવસે તામસિક ભોજન ન લેવુ. આ દિવસે કોઈએ “ઓમ નમો ભગવતે વાસુદેવાય” મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ.


Image source

દેવ ઉઠી અગિયારસની પૂજા પદ્ધતિ કઈ છે?

શેરડીનો મંડપ બાંધવો, તેની વચ્ચે એક ચોરસ બનાવવામાં આવે છે. જો તમે ચોકની મધ્યમાં ભગવાન વિષ્ણુની તસવીર કે પ્રતિમા મૂકી શકો છો. ચોરસની સાથે પ્રભુના પદચિહ્ન બનાવવામા આવે છે, જે ઢંકાયેલા રાખવામા આવે છે. શેરડી, સિંઘડા તથા ફળ-મિઠાઇ પ્રભુને અર્પણ કરવામાં આવે છે. ઘીનો દીપક સળગાવવામાં આવે છે, જે આખી રાત પ્રજ્વલ્લિત રહે છે. પરોઢે પ્રભુના ચરણોની વિધિ અનુસાર પૂજા કરવામા આવે છે. ત્યાર પછી ચરણને સ્પર્શ કરીને તેઓને જગાડવામા આવે છે. આ સમયે શંખ નાદ, ઘંટ અને કીર્તનનો અવાજ કરવામાં આવે છે. આ પછી, વ્રત તેમજ ઉપવાસની કથા સાંભળવામા આવે છે. આ બાદ તમામ શુભ કાર્યોની યોગ્ય રીતે શરૂઆત કરી શકાય છે.


Image source

દેવ ઉઠી અગિયારસ પર કયું વિશેષ કાર્ય કરવુ જોઈએ?

આ દિવસે શંખની ખરીદી કરવી અને તેની સ્થાપના કરવી શુભ ગણાય છે. આ દિવસે મધ્ય રાત્રિમાં પૂજન તથા પ્રાર્થના કરવાથી યોગ્ય ફળ મળે છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ ચોક્કસ કરવો જોઈએ. આ દિવસે કોઈએ દ્રરિદ્રને ધાન્ય તેમજ વસ્ત્રનુ દાન અવશ્ય કરવુ જોઈએ.


Image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Facebook: જીગલો ગુજરાતી

Instagram:જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment