આ છે દેવ ઉઠી અગિયારસની ઉપાસનાની રીત
કાર્તિક માસના શુક્લ પક્ષની અગિયારસને દેવ ઉઠી અગિયારસ તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ શ્રી હરિ ચાર માસની ઊંઘમાંથી ઊઠવાનો આ દિવસ છે. તેથી તેને દેવાઉથી અગિયારસ પણ કહે છે. એવું ગણવામાં આવે છે કે જો આ દિવસે વિધિ-વિધાન અનુસાર પૂજન-અર્ચન કરવામાં આવે તો શ્રી વિષ્ણુને ભરપૂર આશીર્વાદ પ્રાપ્ત થાય છે તથા યાચકના જીવનમાં શુભ-લાભની પ્રાપ્તિ થાય છે. આ સમયે આ તહેવાર આવનારા ટુંક સમયમાં જ આવશે. તો ચાલો જાણીએ પૂજાની આ રીત અંગે.
દેવ ઉઠી અગિયારસ પર આ રીતે પૂજન-અર્ચન કરો
દેવ ઉઠી અગિયારસના દિવસે, ઉપવાસ કરતી મહિલાઓ સવારે સ્નાન કરીને તૈયાર થઈને પુજાના સ્થળને સાફ કરવુ તથા આંગણામા ચોરસ બનાવીને શ્રી વિષ્ણુના પગલાઓને કલાત્મક રીતે દર્શાવવાના છે. પણ એ વાત ધ્યાનમાં રહે કે જો મધ્યાહન બાદ તમારા આંગણામાં સૂર્યપ્રકાશ હોય તો શ્રી વિષ્ણુના પગ પર કોઈ પીળા રંગનો વસ્ત્ર નખી દો. આ પછી રાત્રે ઘંટ તથા સંખ વગાડીને અહી જણાવેલ મંત્રથી જાપ કરીને શ્રી વિષ્ણુને જગાડો.
ઊઘમાંથી શ્રી વિષ્ણુને જાગૃત કરવા કરો આ મંત્રનો જાપ
“ત્વયિ સુપ્તે જગન્નાથ જગત્ સુપ્તં ભવેદિદમ્॥
ઉત્થિતે ચેષ્ટતે સર્વ્મુત્તિષ્ઠોત્તિષ્ઠ માધવ।
ગતામેઘા વિયચ્ચૈવ નિર્મલં નિર્મલાદિશઃ ॥
શારદાનિ ચ પુષ્પાણિ ગૃહાણ મમ કેશવ ।“
વાંચીને ભગવાન વિષ્ણુને જગાવો. મંત્રના પૂર્ણ થયા પછી ભગવાન વિષ્ણુને તિલક લગાડો. શ્રીફળ તથા નવા કપડા પ્રદાન કરો. આ બાદ મીઠાઈનો ભોગ ધરો. પછી કથામા સાંભળ્યાનુસાર આરતી કરો અને ફરીથી પુષ્પો અર્પણ કરો તેમજ આ મંત્ર
ઈયં તુ દ્વાદશી દેવ પ્રબોધાય વિનિર્મિતા।
ત્વયૈવ સર્વકોજાનાં હિતાર્થ શેષશાયિના॥
ઈદં વ્રતં મયા દેવ કૃતં પ્રીત્યૈ તવ પ્રભો।
ન્યૂનં સંપૂર્ણતાં યાતુ ત્વત્વપ્રસાદાજ્જનાર્દન॥“
આ મંત્રનો જાપ કરો. આ પછી, પ્રહલાદજી, નારદમુની, પરશુરામ, પુન્ડરિક, વ્યાસ, અંબરીશ, શુક, શૌનક અને ભીષ્મ સહિતના અન્ય વ્યક્તિઓને યાદ કરીને ચરણામૃત તથા પ્રસાદને વહેચો. બધાને પ્રસાદ વહેચ્યા બાદ પોતે પ્રસાદ ગ્રહણ કરી લો.
ભગવાન વિષ્ણુની ઉપાસના સાથે તેમની પૂજન-અર્ચન પણ ખાસ છે
ગ્રંથો અનુસાર સ્વર્ગમાં ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીનું મહત્વ છે તે જ ધરતી પર મા તુલસીનુ છે. તેથી જે પણ શ્રદ્ધાળુ ભગવાન વિષ્ણુને તુલસી ચડાવે છે. તેને વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આથી દેવ ઉઠી અગિયારસના રોજ તુલસીનુ પૂજન-અર્ચન કરવાની વિધી છે. તો તમે જે કુંડામાં અથવા કોઈ પણ જગ્યાએ તુલસીનો છોડ લગાવ્યો હોય તો તેને ગેરુથી શણગારીને તેની ચોતરફ એક મંડપ બનાવો અને તેને સુહાગનનું ચિહ્ન લાલ ચૂંદડીથી ઢાંકી દો. આ બાદ પાત્રને પણ સાડીમાં લપેટીને દો. આ બાદ વિઘ્નહર્તા શ્રીગણેશ સહિત તમામ દેવતાઓ અને શ્રી શાલિગ્રામજીનુ વિધિ અનુસાર પૂજન-અર્ચન કરો. દક્ષિણા સાથે એક નાળિયેર ટીકાના રૂપમાં મુકો અને પ્રભુ શાલિગ્રામની પ્રતિમાનુ સિંહાસન હાથમાં લઇ તુલસીની સાત પ્રદક્ષિણા કરાવો. ત્યાર બાદ આરતી કરો. તમારી ઇચ્છાઓની પૂર્તિ માટે પ્રાર્થના પણ કરવી.
વ્રતના ઉપવાસનો જાણી લો આ ખાસ નિયમ
અગિયારસનુ વ્રત બીજા દિવસે સૂર્યોદય બાદ કરવામા આવે છે. ધ્યાનમાં રાખો કે આ વ્રત બારસના અંત પૂર્વે આ કરવું મહત્વનુ છે. પણ જો સૂર્યોદય પહેલા બારસ તિથિ સમાપ્ત થઈ જાય તો અગિયારસ ઉપવાસ ફક્ત સૂર્યોદય પછી જ કરવા જોઈએ. જો કે ઘણી વાર એવું પણ થયુ છે કે અગિયારસના વ્રત સતત બે દિવસ સુધી પણ થઈ જાય છે. તેથી આ સંજોગોમાં ગૃહસ્થાશ્રમ સાથે જોડાયેલા વ્યક્તિઓએ પહેલા દિવસે અગિયારસનુ વ્રત રાખવું જોઈએ. મોક્ષની ઇચ્છા ધરાવતા ભક્તો, વિધવાઓ અને ભક્તોએ બીજી અગિયારસના રોજ વ્રત કરવુ જોઈએ.
આ છે અગિયારસ વ્રતની કથાઓ
પ્રભુ શ્રી કૃષ્ણના પત્ની સત્યભામાને તેમના રૂપ પર ખૂબ ગર્વ હતો. તે એવુ વિચારી રહી હતી કે શ્રી કૃષ્ણ તેની સુંદરતાને લીધે તેને વધુ પ્રેમ કરે છે. એક દિવસ જ્યારે નારદમુની ત્યાં પહોચ્યા ત્યારે સત્યભામાએ જણાવ્યુ કે તમે મને આશીર્વાદ આપો છો કે હવે પછીના જીવનમાં પણ શ્રી કૃષ્ણ મને પતિના રૂપમા મળે. નારદમુનીએ જણાવ્યુ કે નિયમ એ છે કે જો કોઈ માનવી આ જનમમા તેની ગમતી વસ્તુ દાનમા આપે છે, તો તે તેને તે પશ્ચાતના જીવનમાં પ્રાપ્ત થશે. તેથી, જો તમે મને કૃષ્ણ દાન તરીકે દો, તો પછીના જીવનમાં તેઓ અવશ્ય મળી શકશે. સત્યભામાએ પ્રભુ શ્રી કૃષ્ણને નારદમુનીને દાન આપ્યા હતા. જ્યારે નારદમુનીએ તેમને લેઈ જવાનો પ્રયત્ન કર્યો ત્યારે અન્ય પટરાણીઓએ તેમને અટકાવ્યા. આ વિશે નારદમુનીએ જણાવ્યુ કે જો તમે જો શ્રી કૃષ્ણની ભારોભાર સ્વર્ણ તથા રત્નો આપો, તો હુ તેને મુકી દઈશ.
આ માટે જ કરવામા આવે છે મા તુલસીનુ પૂજન
ત્યાર પછી એક ત્રાજવામા શ્રી ક્ર્ષ્ણ બેઠા અને બીના ત્રાજવામા બધી પટરાણીઓએ તેમના ઘરેણાં મુકવા લાગી, પણ ત્રાજવુ થોડુ પણ હલ્યુ નહી. આ જોઈને સત્યભામાએ કહે છે કે જો મેં તેને દાન આપ્યા છે, તો મને પણ રાહત થશે. આટલું કહીને તેણે પોતાના તમામ આભુષણો આપી દીધા, પણ ત્રાજવુ હલ્યુ નહી. તેણીને ખૂબ સંકોચ થયો. જ્યારે રુક્મણીજીએ આ સમાચાર સાંભળ્યા ત્યારે તે તુલસીની પૂજા કરી અને તેનું પર્ણ લાવ્યા. આ પાનને ત્રાજવા પર મૂકતાની સાથે ત્રાજવાનુ વજન સમાન થઈ ગયુ. નારદમુની તુલસીનુ પર્ણ લઈને સ્વર્ગમાં ચાલ્ય ગયા. રુકમણી શ્રી કૃષ્ણની પટરાણી હતી. તુલસીના વરદાનને લીધે જ તેણી તેના અને અન્ય રાણીઓના સૌભાગ્યની રક્ષા કરી શકી. ત્યારથી જ તુલસીને પુજનમા સ્થાન પ્રાપ્ત થયુ છે કે શ્રી કૃષ્ણ કાયમ તેને પોતાના મસ્તક પર ધારણ કરે છે. તેથી જ આ અગિયારસની ઉજવણી તથા તુલસીનુ પૂજન-અર્ચન કરવામાં આવે છે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો.
Facebook: જીગલો ગુજરાતી
Instagram:જીગલો ગુજરાતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team