તમારા બાળક નુ વજન વધારવા, આંખો માટે અને સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે સીતાફળ

નમસ્કાર મિત્રો , આજ ના આ લેખ મા તમારુ હાર્દિક સ્વાગત છે. મિત્રો હાલ નો સમય ખુબ જ ઝડપી છે અને ખુબ જ વધારે પરિવર્તન આવે છે. જો માણસ પોતાના ખાવા પીવા પર પુરતુ ધ્યાન આપે તો તે અનેક રોગો થી બચી શકે છે. માનવ શરીર ને ઉર્જા પ્રદાન કરવા માટે તે ફળ નો સહારો લે છે. હાલ તમને એક એવા જ ફળ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.


Image Source

હાલ ઠંડી ની મોસમ ચાલુ થઈ ગઈ છે. એટલે કે સિતાફળ આવવા લાગ્યા છે. નાના નાના ભુલકાઓ ને આ સિતાફળ અતિપ્રિય એવા ફળો મા નુ એક છે. સિતાફળ મા થી વિપુલ માત્રા મા પોષક દ્રવ્યો મળી રહે છે. સિતાફળ ના સેવન થી માનવ શરીર રોગો થી મુક્ત તથા ઉર્જાવાન રહે છે. તો ચાલો જાણીએ કે આ સિતાફળ ના સેવન થી કેવા કેવા લાભ મળે છે.


Image Source

વજન મા કરે વધારો :

વજન વધારવા માટે જો તમે ઓછુ વજન ધરાવતા હોવ અથવા તમારા સંતાન નુ વજન ઓછુ છે તો તમારે સીતાફળ નુ સેવન કરવા ની જરૂર છે તેનાથી તમને લાભ થશે. આ સીતાફળ ને કાયમી ખાવા થી તેમાં રહેલ મેંગેનીઝ તથા શર્કરા ને લીધે તમારા દેહ ને પોષકતત્વો મળી રહે છે તથા વજન પણ વધવા લાગે છે.


Image Source

રોગ પ્રતિરક્ષા શક્તિ નો વિકાસ કરે :

કુદરતી એન્ટિઓક્સિડેન્ટ તથા વિટામિન મેળવવા સીતાફળ એક ઉત્તમ ફળ સાબિત થાય છે. તે ઈમ્યુન સિસ્ટમ ને સારી બનાવે છે તથા તેનુ સેવન કરવા થી શરીર મા રહેલા ઘણા બધા હાનિ કર્તા જીવાણુઓ સામે રક્ષણ આપે છે. આ સિવાય સીતાફળ ઘણા પ્રકાર ના રોગો મા પણ ફાયદો આપે છે.


Image Source

આંખો માટે લાભદાયી :

આંખો માટે સીતાફળ એ ખુબ જ ફાયદાકારક ગણવામા આવ્યુ છે. સિતાફળ મા રહેલ વિટામિન એ , વિટામિન સી તથા આવશ્યક રાઈબોફ્લેવિન આંખોનુ તેજ વધારવા સહાયરૂપ સાબિત થાય છે . આ સિવાય તે આંખો ને લગતા રોગો મા પણ ફાયદો કરે છે .


Image Source

દાંત ને કરે મજબૂત :

સીતાફળ માં વિપુલ પ્રમાણ મા કેલ્શિયમ રહેલુ છે જે દાંત તથા પેઢા ને મજબૂતાઈ પ્રદાન કરે છે. તેની સાથો સાથ મોઢામા થી આવતી દુર્ગંધ મા પણ રાહત આપે છે.


Image Source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment