આજે આપણે કાળા મરી વિષે વાત કરવાના છીએ. તે બધાના રસોડામાં તે આસાનીથી મળી જ જાય છે. તેમાં ઔષધીય ગુણો રહેલા છે. તેનાથી આપણને અનેક લાભ થાય છે. તે આયુર્વેદમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘણા લોકોના ઘરમાં આ સરળતાથી મળી તો જાય છે પરંતુ તેમને તેમાં રહેલા ગુણ વિશેની ખબર હોતી નથી. આજે આપને તેમાં રહેલા ગુણો વિષે જાણીએ કે તેનાથી આપણને કેવા અને કેટલા બધા ફાયદાઓ થયા છે.
તેની ઐતિહાસિક માહિતી :
કાળા મરીનો ઉદ્દભવ ભારતમાં જ થયો છે. તે પ્રાચીન યુગથી જ ભારતમાં તેનો વેપાર કરવામાં આવે છે. ત્યારે તેનો વેપાર તેજાના મસાલા તરીકે કરવામાં આવતો હતો. તેનો વપરાશ રસોઈમાં અને ઔષધિમાં કરવામા આવે છે. તે સમયમાં તે એટલી બધી કીમતી હતી કે તેને કાળા સોનું પણ કહેવામાં આવતું હતું. તેની કીમત એટલી બધી હતી કે તેનો વપરાશ ગૌણ અથવા ચલણ શુદ્ધા તરીકે કરવામાં આવતો હતો.
તેનું વાવેતર થાઈલેન્ડમાં અને દક્ષિણ મલેશિયામાં કરવામાં આવતું હતું. ત્યારે ભારતમાં કેરળ વિસ્તારમાં તેનો સ્ત્રોત મળી આવતો હતો.તે દક્ષિણ ભારતમાં કર્નાટક અને કેરળ પ્રદેશમાં થયા છે. ત્યાંની જમીનમાં સોપારીના ઝાડ પર તેના વેલા ચડાવવામાં આવીને ઉછેરવામાં આવે છે. મધ્યયુગ પૂરો થયો ત્યારે તે માલાબાર તટથી યુરોપ, ઉત્તર આફ્રિકા અને મધ્યપૂર્વ માં મળતા થઇ ગયા હતા.
તેનો વેપાર પોર્ટુગીઝો ભારત તરફ દરિયાઈ રસ્તે આગળ વધવા લાગ્યા અને ૧૪૯૮ માં સૌ પ્રથમ વાસ્કો દી ગામાએ ભારતના કેરળના કાલીકટ પર પહોંચનાર પહેલો વ્યક્તિ હતો. તે લોકો તેજાના મરી મસાલા ભારતમાં વહેંચવા અને તેનું વર્ચસ્વ મેળવવા માટે તે સફળ થઇ શક્યા ન હતા. તે ૧૭ મિ સદીમાં હિન્દ મહાસાગરનાં માર્ગે મોટાભાગનો કીમત વેપાર તે ગુમાવી ચુક્યા. યુરોપમાં આનો ભરપૂર જથ્થો થતા તેના ભાવમાં ઘટાડો થયો. મધ્યયુગની શરૂઆત જે વસ્તુ ખાલી ધનિકો પાસે હતી તે હવે સામાન્ય લોકો પાસે પણ હતી.
આ ઉપરાંત પ્રાચીન ભારત થી નાઇલ મારફતે ઈજીપ્તમાં મરીના બીજા નવા ઉપાયો થવા લાગ્યા હતા. તટે જગ્યાએ તેનો ઉપયોગ મૃતદેહને મમી બનાવવા માટે કરવામાં આવતો હતો. તે તેના નસકોરામાં ભરતા હતા. તે યુગમાં સડી ગયેલા માસનો સ્વાદ છુપાવવા માટે પણ કરવામાં આવતો હતો. હાલના સમયમાં દુનિયાના તેજાના મસાલામાં આનો ભાગ ખાલી એક પંચમાંશ જેટલો જ રહ્યો છે.
તેના કેટલા દાણાનું સેવન કરવું જોઈએ :
તેના માટે તમારે નિયમિત રીતે વહેલા ઉઠીને ૪ થી ૫ દાણા કાળા મરીને ખાવા જોઈએ.
આયુર્વેદિક ફાયદાઓ :
તેમાં પીપરીન, આર્યન, મેગજીન, જીંક, ક્રોમિયમ, એન્ટી ઓક્સીડન્ટ, મેગ્નીશીયમ, વિટામીન સી, એ અને ડી જેવા ખનીજ તત્વો રહેલા છે. તેમાં આં શિવાય પણ ઘણા પોષક તત્વો રહેલા છે. તે ઘણી બિમારીમાં ઔષધિ તરીકે પણ મદદ કરે છે.
ત્વચાની તકલીફ દૂર થાય છે :
તેને પીસી ને તેને ઘીમાં ભેળવીને તેનો લેપ બનાવવો તેને તમારી ત્વચા પર લગાવો. તેનાથી ત્વચાની બધી જ તકલીફ દૂર થાય છે. તેનાથી ચહેરા પર રહેલા ડાઘ અને કોઈ પણ પ્રકારની નીશાની પણ તેનાથી દૂર થયા છે. તેનાથી ખીલમાં પણ રાહત મળે છે. તેનું તેલ બનાવીને તેની માલીસ કરવાથી માથાનો દુખાવો અને વાળ ખરતા હોય તે તકલીફ પણ તે દૂર કરે છે. તે વાળને કુદરતી રીતે ચમકાવે છે.
દાંત માટે ફાયદાકારક :
તમારા દાંતમાં દુખાવો થતો હોય ત્યારે તેના ૪ થી ૫ દાણાને ખુબ ચાવીને ખાવા જોઈએ. આવું કરવાથી દાંતના દુખાવામાંથી રાહત મળે છે. તેનાથી દાંતની બધી જ તકલીફ દૂર થાય છે. તેનાથી દાંત ખરાબ થતા નથી અને પાયોરીયાની તકલીફ પણ દૂર કરે છે. તેના માટે તેની સાથે મીઠું મિક્સ કરીને દાંત પર લગાવો. તેનાથી દાંતની તકલીફ દૂર થાય છે.
શરદી અને ઉધરસ ને દૂર કરે છે :
તમને વારંવાર શરદી અને ઉધરસ થતી હોય ત્યારે તમારે અડધી ચમચી કળા મરીનું ચૂર્ણ અને અડધી ચમચી મધ ભેળવી તેને ૩ થી ૪ વાર ચાટવાથી પણ આમાંથી રાહત મળે છે. તેની તીખાશ ગળા અને નાક ની સાથે જોડાયેલી તક્લીફ પણ દૂર થાય છે. તે શરદીમાં પણ ઘણું જ લાભદાયી છે. તેના માટે કાળા મરીમાં દૂધ માં ભેળવીને પીવાથી શરદીમાં રાહત મળે છે.
એસીડીટી અને ગેસની તકલીફ દૂર થાય છે :
તમને વારંવાર ગેસની તકલીફ થતી હોય તેના માટે એક કપ પાણીમાં અડધું લીંબુ નીચવીને અને તેમાં અડધી ચમચીનુ ચૂર્ણ અને અડધી ચમચી સિંધાલુ ભેળવીને તેને નિયમિત રીતે પીવું જોઈએ. તેનાથી તમારી ગેસની તકલીફ દૂર થયા છે. તેમાં લીંબુ અને મીઠું ભેળવીને પીવાથી એસીડીટી માંથી રાહત મળે છે.
ગળું બેસી ગયું હોય ત્યારે :
તમારું ગળું બેસી ગયું હોય ત્યારે તમારે તેની સાથે ઘી અને સાકર ભેળવીને તેને ચાટવાથી તે ગળું ખુલી જશે. તેનાથી ગળું ખુલતા તમારો અવાજ પણ સારો થઇ જશે. ૮ થી ૧૦ મરીના ભુક્કા પાણીમાં ઉકાળીને તેના કોગળા કરવા તેનાથી કોઈ પણ જાતનો ચેપ લાગશે નહિ.
પેટને લગતી સમસ્યા દૂર કરે છે :
નાના છોકરાઓને જો પેટમાં કરમિયાની તકલીફ થતી હોય ત્યારે તેનો ભુક્કો થોડી માત્રામાં લઇ તેને એક ગ્લાસ છાશ સાથે ભેળવીને તેને પીવાથી આ તકલીફ દૂર થાય છે. આ સિવાય દ્રાક્ષની સાથે પણ તેને રોજ ૩ વાર ખાવાથી પણ પેટની તકલીફ દૂર થાય છે.
આંખની તકલીફ દૂર કરે છે :
તમારી આંખની રોશની નબળી પડી ગઈ હોય ત્યારે તમારે તેને પીસીને તેનો પાઉડર બનાવીને તમારે તેમાં દેશી ગાયનું શુદ્ધ ઘી ભેળવીને તેને રોજે ખાવાથી આંખની રોશનીમાં વધારો થાય છે. તેનાથી આંખની નબળાઈ પણ દૂર થાય છે.
ગઠીયા રોગમાં લાભદાયી :
જે લોકોને આની બિમારી હોય અને તેનાથી તેમને ઘણી તકલીફ પડતી હોય ત્યારે તેમને તલના તેલને ગરમ કરીને તેમાં આના પાઉડરને મિક્સ કરીને તેને ગઠીયા વાળી જગ્યાએ લગાવવાથી તેના દુખાવા માંથી રાહત મળે છે.
હરસમાં ખુબ ઉપયોગી :
હરસની તકલીફ હોય ત્યારે તમારે કાળી મરી દવાની જેમ કામ કરે છે. તેના માટે તમારે જીરું, સક્ર અને તેના દાનને પીસીને તેનો પાઉડર બનાવી લેવો. તે પાઉડરને સવાર અને સાંજે તેનું સેવન કરવાથી આ તકલીફ દૂર થાય છે.
યાદશક્તિ નબળી પડી ગઈ હોય ત્યારે :
તમને કોઈ પણ યાદ ના રહેતું હોય અથવા તમારી યાદશક્તિ નબળી પડી ગઈ હોય. તમને ભૂલી જવાની તકલીફ થવા લાગે ત્યારે કલામ્રિનો પાઉડર મધ સાથે ભેળવીને તેને દિવસમાં બે વાર લેવાથી આ તકલીફ દૂર થાય છે.
હાઈ બ્લડ પ્રેશરમાં લાભદાયી :
કાળી મરી હાઈ બ્લડ પ્રેશર ને નિયંત્રણમાં રાખવા માટે પણ કરવામાં આવે છે. તેનાથી શરીરને ઘણો આરામ મળે છે. તમને પણ આ તકલીફ છે તી તમારે રોજ જમ્યા પછી એક ચમચી કાળા મરીનો પાઉડર એક ગ્લાસ પાણી સાથે પીવાથી બ્લડ પ્રેશરને કાબૂમાં રાખી શકાય છે. તેના બે પ્રકાર પડે છે. કાળા મરી અને ધોળા મરી.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો
Facebook: જીગલો ગુજરાતી
Instagram: જીગલો ગુજરાતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team