મિત્રો, માતા બનવા માટે ઉંમર એક ખુબ જ અગત્યનું પરિબળ છે. જો યોગ્ય સમયે માતા બનવાનું ટાળવામાં આવે છે તો તે ભવિષ્યમાં ઘણી રીતે મુશ્કેલીઓ ઉભી કરે છે. જેમ જેમ ઉમર વધે છે તેમ તેમ માતા બનવાની તેમજ પ્રજનન ક્ષમતા પણ ઓછી થાય છે અને જોખમ પણ વધે છે. ગાઝિયાબાદની કોલંબિયા એશિયા હોસ્પિટલના સ્ત્રીરોગના નિષ્ણાત ડો. વિનિતા દિવાકર જણાવે છે કે જો તમે મોટી ઉમરમાં માતા બનશો તો તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
આ ઉંમરે સ્ત્રીના શરીરમાં ગર્ભ રહેવાની શક્યતા વધુ હોય છે. તેથી આ ઉંમર ગર્ભાવસ્થા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ખરેખર આ ઉમરે સારી ગુણવતાના બીજ સૌથી વધુ હોય છે. ગર્ભાવસ્થાના થતા જોખમો પણ ખૂબ ઓછા હોય છે.
જ્યારે મહિલાઓ આ ઉમરમાં પ્રવેશ કરે છે ત્યારે ૩૫ પછી પ્રજનન ક્ષમતામાં ઘટાડો થાય છે જેથી બીજની સંખ્યામાં પણ ઘટાડો થાય છે. ૩૫ વર્ષની વયે કસુવાવડ અને આનુવંશિક સમસ્યાનું જોખમ વધવાનું શરૂ થાય છે.
આ સમય દરમિયાન સામાન્ય ડિલિવરી કરવામાં મુશ્કેલીઓ આવે છે. બાળકને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કસુવાવડ થવાની સંભાવના પણ વધે છે. આવી સ્થિતિમાં સ્ત્રીરોગ ચિકિત્સકો કેટલીકવાર માતા અને તેના બાળક માટે વધારાની તપાસની ભલામણ કરે છે. ડાયાબિટીઝ અને હાઈ બ્લડપ્રેશર જેવી સમસ્યાઓ ૩૫ વર્ષની વય પછી સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. આનાથી સગર્ભાવસ્થામાં ડાયાબિટીસ અને પ્રિઈક્લેમ્પસિયા કે જે ગર્ભાવસ્થાને લગતા અતિ સંવેદનશીલ ડિસઓર્ડર છે જેનું જોખમ વધુ હોય છે.
આ ઉંમરે ગર્ભવતી બનવાની સંભાવના ૩૫ ટકાનો ઘટાડો થાય છે. ઉપરાંત બીજની સંખ્યા અને ગુણવત્તામાં ઘટાડો થઈ શકે છે જે બાળકને જન્મ આપવામાં અવરોધક બને છે. જોકે ૪૦ વર્ષની વય સુધીની સ્ત્રીઓ તંદુરસ્ત ગર્ભાવસ્થા સાથે બાળકને જન્મ પણ આપી શકે છે પરંતુ જોખમ પણ ઘણો વધી શકે છે.
આ સમયે અવિકસિત બાળકના જન્મનું જોખમ, જન્મ સમયે ઓછું વજન, જન્મજાત ખામી તેમજ જન્મ પછી શિશુનું મૃત્યુ. આવી સ્થિતિમાં આ ઉમર પછી ડોકટરોએ જોખમને સમજવા માટે વધારાની તપાસ કરવી પડે છે.
જો તમે થોડા વર્ષો પછી માતા બનવાની યોજના કરતા હોય તો પછી તમે બીજને ફ્રીઝ કરાવી શકો છો. નિષ્ણાતોના મતે ૩૮ વર્ષથી ઓછી વયની મહિલાઓ બીજને ફ્રીઝ કરાવી શકે છે. આ પ્રક્રિયા ભવિષ્યમાં ગર્ભાવસ્થાના જોખમને ઘટાડી શકે છે. આ સમગ્ર પ્રક્રિયાના નિષ્ણાતની દેખરેખ હેઠળ કરવામાં આવે છે.
તમારી ઉમર ૩૫ વર્ષથી વધુ વયની છે અને જો તમે ૬ મહિનાની અંદર ગર્ભવતી થવાની ઇચ્છા હોય, તો તમારે પ્રજનન અને ગર્ભાવસ્થા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેવામાં એક્ષ્પર્ટ અસીસ્ટેડ પ્રોડ્યુસીંગ ટેક્નોલોજી (એઆરટી) જેવી દવાઓ અથવા આઈવીએફ જેવા વિકલ્પોથી મદદ મળી શકે છે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો
Facebook: જીગલો ગુજરાતી
Instagram: જીગલો ગુજરાતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team
લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…
શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…
મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…
મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…
મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…
મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…
This website uses cookies.