આ શાકભાજીઓ નો છાલ જ સાથે કરો ઉપયોગ, થશે આવા લાભ…

આપણે બધાને ખ્યાલ જ છે કે શાકભાજીમાં અનેક પોષક તત્વો રહેલા છે અને તેને આરોગવાથી આપણા આરોગ્યને ખુબ જ લાભ થશે. પણ શું તમે એ જાણો છો કે છાલ સાથે શાકભાજીને આરોગવું એ વધુ લાભદાયી છે. પણ આપણા માં ના વધારે પડતા સ્વાદ માટે શાકભાજીની છાલને દૂર કરે છે. વાસ્ત્વમાં, આ છાલ કાઢવાને લીધે ઘણા પોષક તત્વો પણ દૂર થઈ જાય છે. તેથી, અમે તમને પાંચ એવા શાકભાજી અંગે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને છાલની સાથે આરોગવા જોઈએ.


Image source

ગાજર

ગાજર ના વિવિધ સ્તરો માં બીટા-કેરોટીન, ફાયબર, વિટામિન, પોટેશિયમ અને એન્ટીઓકિસડન્ટો જેવા આવશ્યક પોષક તત્વો ભરપુર માત્રામાં રહેલા છે. તેનું સેવન વજન ઘટાડવામાં સહાય કરે છે. તે જ સમયે તે કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવામાં પણ અસરકારક સાબિત થાય છે. જો તમે તેની છાલને તમે છોલી લો છો, તો પછી તમે આનો સૌથી રેશાવાળો તેમજ પૌષ્ટિકતાથી ભરપૂર ભાગને ગુમાવી દેશો.


Image source

કાકડી

કાકડી ની છાલ અને તેના બીજ સૌથી વધારે પોષક તત્વોથી ભરપૂર હોય છે. એન્ટીઓકિસડન્ટ, ઘણી બિમારીઓ સામે લડવા માટેનું એક એન્ઝાઇમ, કાકડીની છાલમાં વિપુલ માત્રામાં મળી આવે છે. જો તમે કાકડીના મોટાભાગના પોષક તત્વો મેળવવા ઈચ્છતા હોવ, તો તેને સારી રીતે ધોઈ લો અને છાલ કાઢ્યા વગર જ તેને આરોગો. એક અભ્યાસ અનુસાર કાકડીનું સેવન શુગરની માત્રા જાળવવામાં સહાય કરી શકે છે.


Image source

બીટ

બીટમાં ઔષધીય તેમજ આરોગ્ય ગુણ રહેલા હોય છે. બીટ કાચા, સૂપ, કચુંબર અને રસ તરીકે લઈ શકાય છે. સલાડમાં ફાઈબર, વિટામિન બી 9, પોટેશિયમ, આયર્ન અને વિટામિન સી ભરપુર પ્રમાણમાં રહેલ હોય છે. બીટ રક્ત પરિભ્રમણ તેમજ બી.પી.ને યોગ્ય રાખવામાં સહાય કરે છે. બીટની છાલ પણ ઓછા ગુણવાળી નથી હોતી. તેના ઉપરના ભાગને દૂર કરવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. તેને સાફ કરવા માટે તેને સારી રીતે ઘસી ઘસીને પાણીથી ધોઈ નાખવુ.


Image source

પરવળ

પરવળને વિટામિન એ, બી 1, બી 2 અને સી થી ભરેલા સૌથી વધુ પોષકતત્વો વાળો ખોરાક ગણવામાં આવે છે. તેમાં ખૂબ ઓછી કેલરી હાજર હોય છે, તેથી તેઓ કોલેસ્ટ્રરોલના સ્તરને પણ કંટ્રોલ કરે છે. પરવળની છાલમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ પણ આવેલા હોય છે.


Image source

બટાકા

બાળકોથી લઈને વડીલો સુધી હરએક ને બટાકા ખાવાનું ખુબ જ ગમતુ હોય છે અને આ જ કારણ છે કે તે વિશ્વભરમાં સૌથી વધુ વપરાશ કરવામાં આવતી શાકભાજીમાંની એક ગણવામાં આવે છે. જો કે, એવા લોકો છે જે હંમેશા તેને છાલ કાઢ્યા બાદ જ તેને ખાવાનું પસંદ કરે છે. બટાકાની છાલ ખરેખર ખૂબ જ પૌષ્ટિક અને વિટામિન તેમજ ખનિજો અને રેસાઓથી ભરપૂર હોય છે.


Image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment