ચટણી બનાવતા સમયે મોટેભાગે ફુદિના નો ઉપયોગ થતો હોય છે અને તે એક ખુબ જ જાણીતી ઔષધ તરીકે પણ પ્રખ્યાત છે. દાળ-શાકમાં પણ એ નખાય છે. ફુદિનો ગમે ત્યારે રોપી શકાય પણ વરસાદ ગયા પછી રોપવો સારો છે. ફુદિનો ઉનાળામાં સારો ફાલે છે. તેના છોડ માંથી એક પ્રકારની સુંદર સુવાસ આવે છે. ઘર આંગણામાં કે કુંડામાં ફુદિનાના છોડને સહેલાઈથી ઉગાડી શકાય છે. જે ઘરમાં સતત ફુદિના ની સુગંધ આવતી હોય ત્યાંથી વાયુ કે શરદી ઊભી પૂંછડીએ ભાગે છે.
ફુદિનો અપચાને મટાડે છે. તેના રસના સેવનથી કફ ના બાજી ગયેલા જાળા તૂટી જઇ સસણી અને દમના દર્દોમાં રાહત મળે છે. ફુદિનો સ્વાદવાળો, રૂચીકર, ગરમ, વાયુ તથા કફનો નાશક તથા મળ મૂત્રનો અટકાવ કરનાર છે. એ ઉધરસ, અજીર્ણ, સંગ્રહણી, અતિસાર, કોલેરા અને કૃમિનો નાશ કરનાર છે. એ ઉલટી અટકાવે છે અને પાચનશક્તિ વધારે છે. તે પિત કરનાર અને બગડેલું ધાવણ સુધારનાર છે.
ફૂદીના ના ઔષધિય લાભ:
ફોદીનો, તુલસી, મરી, અદરક વગેરેનો ઉકાળો પીવાથી વાયુ દૂર થાય છે અને ભૂખ ખૂબ લાગે છે. ફોદીનાનો તાજો રસ અથવા અર્ક કફ-શરદીમાં તેમજ મગજ ની શરદી માટે અતિ ઉપયોગી છે. ફોદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી રોજીંદો જ્વર મટે છે. ફોદીનાનો અને અદરકનો રસ કે ઉકાળો પીવાથી ટાઢિયો જ્વર મટે છે.
ફોદીનાના તાજા રસનું મધ સાથે સેવન કરવાથી આંતરડા ની ખરાબી અને પેટના દર્દો મટે છે. આંતરડાંની લાંબા સમયની ફરિયાદ વાળા દર્દીઓ માટે ફોદીનાના તાજા રસનું સેવન અમૃત સમાન ગણાય છે. ફોદીનાનો રસ પીવાથી ઉધરસ, ઊલટી, અતિસાર અને કોલેરામાં લાભ થાય છે. વાયુ અને કૃમિ મટે છે. કોલેરાનો વાવર ચાલતો હોય ત્યારે તેનું શરબત પીવું પણ સારું છે. ફોદીનાનો રસ અડધો તોલો, અદરકનો રસ અડધો તોલો લઈ તેમાં સિંધવ એક માસો નાખીને પીવડાવવાથી પેટના દર્દો મટે છે. ફૂદીનાના રસના ટીપા નાકમાં પાડવાથી સળેખમમાં લાભ કરે છે.
ફોદીનાનો રસ પીવાથી કે તેમના પાન ખાવાથી વીંછી કરડ્યો હોય તો તેમાં રાહત થાય છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે ફોદીનામાં વીટામીન ‘એ’ વધારે પ્રમાણમાં છે, વિટામિન ની દ્રષ્ટિએ તો ફોદીનો દુનિયાના તમામ રોગોમાંથી બચાવનાર એક જડીબુટ્ટી સમાન છે. ફોદીનામાં અજમાને મળતા સર્વે ગુણો છે. ફોદીનાના અર્કમાં પણ અજમાના અર્કને મળતા બધા ગુણો છે. સલાડમાં તેનો ઉપયોગ સ્વાસ્થ્યવર્ધક છે. જો તેના પાનને રોજ ચાવવામાં આવે તો દાંતના રોગ, પાયરિયા, પેઢામાંથી લોહી નીકળવું વગેરે રોગો દૂર થાય છે.
એક ગ્લાસ પાણીમાં ફોદીનાના 4-5 પાંદડા ઉકાળો. ઠંડુ થવા ફ્રીઝમાં મૂકો. આ પાણીથી કોગળા કરવાથી મોઢાની વાસ દૂર થાય છે. ફોદીનાવાળી ચા પીવાથી ત્વચાની સમસ્યા અને પેટની મુશ્કેલીઓ દૂર થાય છે. ફોદીનો પેટ સાફ રાખે છે અને ત્વચા પરથી ખીલ દૂર કરે છે.ફોદીનો કીટાણુનાશક હોય છે. જો ઘરની ચારે તરફ ફોદીનાના તેલનો છંટકાલ કરી દેવામાં આવે તો માખી, મચ્છર, કીડી વગેરે કીટાણુઓ ભાગી જાય છે.ફોદીનાના પાનને પીસીને તેનો લેપ કરવાથી, સ્ટીમ લેવાથી, ખીલ, ચહેરા પરની કરચલીઓ અને ડાઘામાં રાહત મળે છે.
પાણીમાં ફોદીનો, લીંબુનો રસ અને સંચળ નાંખી પીવાથી મેલેરિયામાં રાહત મળે છે. હેડકીની ફરિયાદ હોય તેમણે ફૂદીના પાન ચૂસવા કે તેના રસને મધ સાથે લેવાથી રાહત મળશે. ફોદીનાની ચામાં બે ચપટી નમક નાંખી પીવાથી ખાંસીમાં લાભ મળે છે. ફોદીનાના પાનને પીસીને મધ સાથે મિક્ષ કરી દિવસમાં ત્રણવાર ચાટવાથી અતિસારમાં રાહત મળે છે.
કોલેરામાં ફોદીનો, ડુંગળીનો રસ, લીંબુનો રસ સમાન માત્રામાં મિક્ષ કરી પીવાથી લાભ થાય છે. ઉલ્ટી, ઝાડા કોલેરા હોય તો અડધો કપ રસ દર કલાક ના સમય ગાળા પર દર્દી ને પીવડાવો. ફોદીના નો તાજો રસ મધ ની સાથે પીવાથી જ્વર દૂર થાય છે તથા ન્યૂમોનિયાથી થનારા વિકારનો પણ નાશ થાય છે.પેટમાં અચાનક દુખવા આવે તો અદરક અને ફોદીનાના રસમાં સીંધવ નમક નાંખી પીવાથી લાભ થશે.નાક માંથી વધારે રક્તસ્ત્રાવ થતો હોય ત્યારે ડુંગળી અને ફોદીનાનો રસ મિક્ષ કરી નાકમાં નાંખવાથી દર્દી ને આરામ થશે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો
Facebook: જીગલો ગુજરાતી
Instagram: જીગલો ગુજરાતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team