ઠંડી ની મોસમ એટલે સ્વાસ્થ્ય અને દેહ ને સ્ફુર્તી પ્રદાન કરવા ની મોસમ. આ શિયાળા ની ઋતુ મા માનવ શરીર ને અંદર થી ગરમ રાખવા માટે અને આરોગ્ય ને સારુ રાખવા માટે અમુક વસ્તુઓ આરોગવા નુ ખુબ જ ગમે છે. લિલા શાક તેમજ ફળો નુ સેવન કરવુ આ સિવાય વસાણા પણ આરોગતા હોય છે.
આ વસ્તુ ના સેવન થી તમારુ સ્વાસ્થ્ય સંપૂર્ણ વર્ષ દરમિયાન યોગ્ય બન્યુ રહેશે. આવુ આરોગ્ય પ્રાપ્ત કરવા માટે ગોળ નુ સેવન કરવુ ખુબ જ જરૂરી માનવા મા આવે છે. આમ જોઇએ તો ગોળ એ ગમે ત્યારે આરોગી શકાય છે. પણ ખાસ કરી ને ઠંડી ની મોસમ મા ખાવો ફાયદાકારક છે. ખ્યાતનામ ન્યૂટ્રિશનિસ્ટ તેમજ સેલિબ્રિટી ડાયટિશિયન ઋજુતા દિવેકરે આ ગોળ ને ઠંડી ની મોસમ નુ સુપર ફૂડ કહેલ છે.
image source
ગોળ ની અગત્યતા સમજાવતા તે જણાવે છે કે, ગોળ એ આપણા રસોઈઘર તેમજ તેમા રહેલા મસાલા નો મહારાજા ગણવા મા આવે છે. ગોળ એ માણસની પાચન શક્તિ ને યોગ્ય બનાવે છે, ફર્ટિલિટી મા વધારો કરવા માટે ઘણી બાબતે વપરાશકારી સાબિત થાય છે. પણ જ્યારે ગોળ ને અન્ય વસ્તુ સાથે આરોગવા મા આવે તો તે ચીજોની શક્તિ પણ બે ગણી થઈ જાય છે. ઋજુતા દિવેકરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકીને કહ્યુ છે કે, કઈ ચીજ સાથે ગોળ નુ સેવન કરવાથી અસરકારક ફળ મળે છે.
કઈ ચીજો સાથે ગોળ આરોગવા થી શુ લાભ મળે?
- ઘી ની સાથે સેવન કરવા થી કબ્જ ની સમસ્યા મા રાહત મળે છે.
- આખા ધાણા ના બીજ સાથે તેનુ સેવન કરવા થી માસિક આસાન બને છે, માસિક ના દર્દ મા ઘટાડો થાય છે.
- વરિયાળી સાથે તેનુ સેવન કરવાથી શ્વાસ માથી આવતી ગંધ થી રાહત મળે છે અને પ્લાક બનવાની ક્રિયા ને રોકે છે.
- મેથી ના બીજ સાથે તેનુ સેવન કરવા થી મજબૂત તેમજ ઘટ્ટ વાળ માટે લાભ આપે છે તથા વાળ ને સફેદ થતાં રોકે છે.
- ગુંદર સાથે તેનુ સેવન કરવાથી હાડકાની ડેન્સિટી મા સુધારો આવે છે. જે સ્ત્રીઓ સંતાનો ને સ્તનપાન કરાવતી હોય તેમના માટે દૂધ વધારવા નું કાર્ય કરે છે.
- અળીવ ના પાન સાથે તેનુ સેવન કરવા થી સ્કીન પિગ્મેન્ટેશન મા ઘટાડો જોવા મળે છે, વાળ ને વધારવા માટે પણ તે ઉત્તમ છે.
- તલ સાથે તેનુ સેવન કરવા થી શરદી તથા સળેખામ અને જ્વર આવવા ની શક્યતા દૂર થાય છે.
- હળદર સાથે તેનુ સેવન કરવા થી દેહ ની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
- સૂંઠ સાથે ગોળ નુ સેવન કરવાથી જ્વરમા થી છૂટકારો મળે છે તથા જલન ઘટાડે છે.
આ પર થી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે ગોળ એ આરોગ્યવર્ધક ગણાય છે. આયુર્વેદ મા પણ ગોળ ના અનેક લાભ જણાવેલા છે. માટે જ આરોગ્ય પ્રત્યે સભાનતા રાખનારા વ્યક્તિઓ ખાંડ ની જગ્યાએ ગોળ નો વપરાશ કરે છે. ગોળ એ તાસીરે ગરમ છે તેથી શિયાળા મા તેને ખાવુ વધુ લાભદાયી છે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો
Facebook: જીગલો ગુજરાતી
Instagram: જીગલો ગુજરાતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team