આજની વાર્તા રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના વતની અજય સ્વામીની છે. તે છેલ્લા 12 વર્ષથી એલોવેરાની ખેતી અને પ્રોસેસિંગ કરી રહ્યો છે. હમણાં તેઓ તેમાંથી 45 પ્રકારના ઉત્પાદનોનું ઉત્પાદન કરી રહ્યા છે. તાજેતરમાં તેણે એલોવેરામાંથી બનેલા લાડુ તૈયાર કર્યા છે. તેનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેની ખેતીથી તેઓ દર મહિને એક લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે. 31 વર્ષીય અજયની યાત્રા મુશ્કેલ રહી છે. બાળપણમાં તેમના પિતાનું અવસાન થયું. ઘરમાં બીજો કોઈ કમાનાર નહોતો. જેમ-તેમ તેણે આઠમા ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો.
ઘરનો ખર્ચ ચલાવવા માટે તે ચાની દુકાન પર ડીશ ધોવા કામ કરતો હતો. ત્યારબાદ તેણે પોતાની ચાની દુકાન પણ ખોલી. જો કે, આમા કોઈ નફો ના મળતા તેણે ખેતી કરવાની યોજના બનાવી. અજય કહે છે, ‘મારી પાસે માત્ર બે વીઘા જમીન હતી. અમે તેના પર પરંપરાગત રીતે ખેતી કરતા હતા પરંતુ, તેમાંથી કોઈ નફો મળી રહ્યો ના હતો. તે સમયે, રામદેવબાબાના આયુર્વેદિક ઉત્પાદનો ચર્ચામાં હતા ત્યારે મેં વિચાર્યુ કે, આવા છોડની ખેતી કરીએ કે, જેની બજારમા પ્રવર્તમાન સમયમા માંગ છે. ત્યારપછી મે એલોવેરાની ખેતી શરૂ કરવાનુ વિચાર્યુ.
આ પણ વાંચો: આ ડોક્ટર લેડી છે ભારતની સૌથી ઝડપી સુપર બાઇકર અને સાથે એક પ્રખ્યાત ડેન્ટિસ્ટ પણ
અજય કહે છે કે મેં એલોવેરાની ખેતી કરવાનું નક્કી કર્યુ પરંતુ, સૌથી મોટો પ્રશ્ન એ હતો કે આ માટે પ્લાન્ટ ક્યાથી શોધવો? કેટલાક સબંધીઓ સાથે વાત કરતા જાણવા મળ્યુ કે, ચુરુમા કબ્રસ્તાનમાં કુંવારપાઠાના છોડ છે અને તે ગામના લોકો પણ ઈચ્છે છે કે, કોઈ આ છોડ અહીંથી લઈ જાય. ત્યારબાદ મે એક ટ્રેક્ટર લીધુ અને ત્યાંથી તે છોડ લાવીને મારા ખેતરમાં રોપ્યા. તે કહે છે કે, મને એલોવેરાની ખેતી વિશે કોઈ જાણકારી નહોતી. તેથી હું તે લોકો પાસે જતો કે, જે તેની ખેતી અને બજાર કરતા હતા અને ત્યા જઈને હુ શીખવાનો પ્રયત્ન કરતો હતો કારણકે, મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.
અજય કહે છે કે, લગભગ એક વર્ષ પછી મારા છોડ તૈયાર થયા. કેટલાક લોકો પાસેથી તેના માર્કેટિંગ વિશેની માહિતી મેળવી. તે પછી તે જાણવા મળ્યુ કે, કુંવારપાઠાના રસની પણ બજારમા માંગ છે.આ પછી, મેં પાણીની બોટલમાં જ જ્યુસ બનાવવાનું અને વેચાણ કરવાનું શરૂ કર્યુ. હુ લોકો પાસે જતો, તેમને મારા ઉત્પાદન વિશે જણાવતો. એ જ રીતે, એક પછી એક ઘણા લોકો મારા ગ્રાહક બન્યા. આવી રીતે ચાર થી પાંચ વર્ષ સુધી ચાલુ રહ્યુ. ત્યારબાદ મે મારી નેચરલ હેલ્થ કેર નામની કંપની રજીસ્ટર કરી. ત્યારબાદ ફૂડ લાઇસન્સ માટે અરજી કરી અને લાઇસન્સ મળ્યા પછી, મારું આખું ધ્યાન એલોવેરા પર પ્રક્રિયા કરવા પર હતું.
મે એક પછી એક નવા ઉત્પાદનો લોંચ કરવાનું ચાલુ રાખ્યું. આજે હુ મીઠાઈઓ, શેમ્પૂ, કન્ડિશનર, જ્યુસ, સાબુ, ટૂથપેસ્ટ જેવી ૪૫ વસ્તુઓ તૈયાર કરું છું. હુ ઘણી મોટી કંપનીઓમાં મારું ઉત્પાદન સપ્લાય કરું છુ અને ઘણા લોકો ફોન ઉપર ઓર્ડર પણ આપે છે. સૌથી મોટી વાત એ છે કે આ બધી બાબતો માટે અજયે કોઈ તાલીમ લીધી નથી. તેઓ કામ કરતા ગયા અને શીખતા રહ્યા છે. અજય આજે પણ નવા પ્રયોગો કરતો રહે છે.
આ પણ વાંચો: વિરાટ કોહલી માત્ર સ્ટાર ક્રિકેટર જ નથી, એક સ્ટાર બિઝનેસમેન પણ, જાણો
ગયા વર્ષે લોકડાઉન દરમિયાન તેણે કુંવારપાઠાના લાડુ બનાવ્યા હતા. તેની કિંમત ૩૫૦ રૂપિયા પ્રતિ કિલો છે. હાલમાં તે ૩૦ એકર જમીનમાં એલોવેરાની ખેતી કરે છે અને ૩-૪ લોકો તેમની સાથે કામ કરે છે. અજય સમજાવે છે કે, એક એકર જમીનમાં એક હજાર રોપાઓ વાવેતર કરી શકાય છે અને જો તેની યોગ્ય કાળજી લેવામાં આવે અને તેની પ્રક્રિયા કરવામાં આવે તો તમે વાર્ષિક એકર દીઠ લાખો રૂપિયાની કમાણી કરી શકો છો.
આ પણ વાંચો: બર્ડ ફ્લૂના પ્રકોપમાં નોનવેજ ખાઈને ના લેશો જોખમ, આ આંઠ વસ્તુઓમાં ચિકન અને ઇંડા કરતાં પણ વધારે પ્રોટીન હોય છે
આ પણ વાંચો: નિષ્ણાતોના મત મુજબ ૫૦ વર્ષ પછી સેવન કરવું જોઈએ આ વસ્તુઓનું, તેના છે અઢળક ફાયદા
આ પણ વાંચો: વજન ઘટાડવા માટે ઠંડીમા ખાઓ આ સાત વસ્તુઓ, નીકળેલી તોંદ થી પણ મળશે રાહત…
આ પણ વાંચો: જો તમે પણ રહેવા માંગતા હોય હેલ્ધી, તો આવી રીતે બ્લડ પ્રેસરને રાખો કંટ્રોલમાં
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો
Facebook: જીગલો ગુજરાતી
Instagram: જીગલો ગુજરાતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team