પ્રવાસ

આજે જાણો પ્રાચીન કાંચીપુરમ શહેરના પર્યટન સ્થળો તેમજ ત્યાં ની પ્રખ્યાત જગ્યાઓ વિશે…

મિત્રો, કાંચીપુરમ એ એક ખૂબ જ આકર્ષક શહેર છે. આ નગરી તેના ભવ્ય મંદિરો અને સુંદર રેશમ ની સાડીઓ માટે પ્રખ્યાત છે.આ નગરી રોમાંચક વાર્તાઓથી પરિપૂર્ણ છે. અહીંની ઈડલી આખા વિશ્વમા ખુબ જ પ્રખ્યાત છે. આ નગરીમા જોવાલાયક અનેકવિધ સ્થળો આવેલા છે. આ નગરીમા આવેલા પાંચ મુખ્ય મંદિરો એ આ નગરીનુ વિશેષ આકર્ષણ બન્યા છે. તો ચાલો આ નગરી વિશે વધુ માહિતી મેળવીએ.

આ પ્રાચીન શહેરનુ વર્ણન ઘણા હિન્દુ શાસ્ત્રોમા કરવામા આવેલ છે. આ નગર સપ્તપૂરી નગરમાંથી એક છે. સપ્તપુરીના અન્ય છ નગરમા અયોધ્યા, મથુરા, માયા એટલે કે હરિદ્વાર, કાશી એટલે કે વારાણસી, અવંતિકા એટલે કે ઉજ્જૈન અને દ્વારવતી એટલે કે દ્વારકાનો પણ સમાવેશ થાય છે. વામન પુરાણમા આ નગરી વિશે નાગ્રેશુ કાંચી કહેવામા આવે છે. આ શબ્દનો અર્થ એ થાય છે કે, આ નગરી આપણા દેશના તમામ શહેરોમા શ્રેષ્ઠ છે.

આ નગરીને શિવકાંચી અને વિષ્ણુકાંચી એમ બે ભાગમા વહેંચ્યુ છે. આ બંને નગરી કાંચી કામાક્ષી અમ્મા મંદિરથી ઘેરાયેલા છે. એ વાત અલગ છે કે, તમને વિષ્ણુ કાંચીમા શિવ મંદિરો અને શિવ કાંચીમા વિષ્ણુ મંદિરો જોવા મળશે. આ નગરી દસમી સદી સુધી પલ્લવાસ ની રાજધાની હતી. ત્યારબાદ તે ચોલા, પંડ્યા અને વિજયનગર સામ્રાજ્યો હેઠળ આવ્યું. આ શહેરમાં આ ત્રણ સંપ્રદાયો એક સાથે હતા.

આ નગરી અભ્યાસ માટેના એક શ્રેષ્ઠ કેન્દ્ર તરીકે ઓળખાતી હતી. રાજવી પરિવાર સાથે જોડાયેલા ઘણા વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચતમ શિક્ષણ માટે આવતા હતા. વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી આ શાળાઓને ઘટિકા કહેવામા આવતી. દુર્ભાગ્યવશ વર્તમાન સમયમા આ ઘટીકાઓ નો એક અંશ માત્ર પણ બાકી નથી. તો ચાલો આ નગરી ના આકર્ષણ નુ કેન્દ્ર એવા પાંચ મુખ્ય મંદિરો વિશે જાણીએ.

આ નગરી ના પાંચ મુખ્ય મંદિરમાં શ્રી કાંચી કામાક્ષી મંદિર, શ્રી એકમ્બરેશ્વર મંદિર, શ્રી કૈલાશનાથ મંદિર, શ્રી વરદરાજ પેરુમલ મંદિર અને શ્રી વૈકુંઠ પેરુમલ મંદિર નો સમાવેશ થાય છે. આ સિવાય અહી શિવ કાંચીના અન્ય મંદિરોમા કુમાર કોટ્ટમ મંદિર, શ્રી ઉલંગનંદ પેરુમલ મંદિર, શ્રી કચ્છપેશ્વર મંદિર, શ્રી ચિત્રગુપ્ત સ્વામી મંદિર, શ્રી પાંડવદૂત પેરુમલ મંદિર, જવરહરેશ્વર મંદિર, માથાન્ગેશ્વર મંદિર, શ્રી કૌશીકેશ્વર મંદિર, ઈરાત્નેશ્વર અને પીરાત્નેશ્વર મંદિર, યમ મંદિર, એરાતેશ્વર મંદિર, અરીલીગ્મુ શ્રી વિલ્કોલી પેરુમલ મંદિર અને શ્રી મુક્તીશ્વર મંદિર તથા એક જલકુંડ નો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત વિષ્ણુ કાંચીના મંદિરોમાં પુણ્યકોટેશ્વર કોઈલ, વ્યાસેશ્વર અને વસીસ્ટેશ્વર મંદિર, અષ્ટભુજા પેરુમલ મંદિર અને યથોર્તકારી પેરુમલ મંદિર વગેરેનો સમાવેશ થાય છે, જે આ કાંચીપુરમ નગરીને સુંદર અને ભવ્ય બનાવે છે. આ ઉપરાંત આ નગરીમા કાચી કામકોઠી મઠ પણ આવેલ છે, જે આ નગરીના હૃદય સમાન ગણાય છે.આદી શંકરાચાર્યે પોતાના જીવનના છેલ્લા ક્ષણ અહી વ્યતીત કર્યા હતા.આ સિવાય ચંદ્રશેખર સરસ્વતી મહાવિશ્વવિધ્યાલય પણ આ નગરીનુ આકર્ષણ નુ કેન્દ્ર છે.

આ સિવાય આ નગરીમા દર્શન કરવાલાયક સ્થળોમા અહીના જૈન મંદિર, બુદ્ધ ની પ્રતિમા, સરકારી પુસ્તાકાલય, કાંચી કુટીર, આયંગરકુળમ નુ સંજીવી રાય આંજનેય મંદિર, નટભાવી પુષ્પકરણી વગેરે જેવા સ્થળો નો સમાવેશ થાય છે. હવે જો આપણે અહીના સ્વાદિષ્ટ ભોજન વિશે વાત કરીએ તો અહી વધુ પડતુ તમને સાઉથ ઇન્ડિયન ભોજન જોવા મળશે અને આ ભોજનમા જો સૌથી વધુ કોઈ ભોજનની વાનગીઓ વખણાતી હોય તો તે છે કાંચીપુરમ ઈડલી અને સેવાઈ ઈડલી.

આપણે આ ભવ્ય કાંચીપુરમ નગરી વિશે તો ઘણી માહિતી મેળવી લીધી તો પરંતુ, આપણે આ નગરી સુધી કેવી રીતે પહોંચી શકીએ? તે વિશે પણ થોડી વિસ્તૃત માહિતી મેળવી લઈએ. આ નગરી સુધી પહોંચવા માટે તમને રેલ વ્યવસ્થા, બસ વ્યવસ્થા તથા વિમાન વ્યવસ્થા ત્રણેય મળી રહેશે. મોટાભાગના લોકો ચેન્નાઈ ઉતારીને ત્યા થોડો સમય માટે વિશ્રામ કરીને ત્યાંથી ટેક્સી અથવા તો પોતાના પ્રાઈવેટ વાહન લઈને અહી આવવાનુ પસંદ કરે છે.

મારા મત મુજબ જો તમે આ ભવ્ય નગરીની સંપૂર્ણ મુલાકાત લેવા ઇચ્છતા હોવ તો તમારે કમ સે કમ એક અઠવાડિયા નો સમય કાઢીને અહી જવુ જોઈએ. તો આ લેખ વાંચ્યા બાદ તમને પણ આ ભવ્ય નગરી ની એકવાર મુલાકાત લેવાની ઈચ્છા થઇ ગઈ હશે, ખરુ ને? તો ચોક્કસપણે નવરાશના સમયમા એકવાર આ ભવ્ય નગરીની મુલાકાત લેજો અને તેના વિશે માહિતી મેળવજો.

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ  “જીગલો ગુજરાતી”  લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Raj

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

4 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

4 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

4 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

4 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

4 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

4 years ago

This website uses cookies.