તે બનાવવા માટે તમારે આશરે દોઢ કલાક જેટલો સમય જોશે અને તે સરળતાથી બની જાય છે.ઘરમાં જ્યારે જમવાનું હોય ત્યારે એક અનોખી તરીકે પરોઠા બનાવવામાં આવે છે. તો તમે તમારા દોસ્તો સાથે નવો સ્વાદ માણો અને તમને તમારી રસોઈના વખાણ મળશે આ વાનગી થી. આ પરોઠા ખોયા, કેસર, ખાંડ અને એલચી થી બનેલી એક સ્વાદિષ્ટ મીઠાઈ છે.
સામગ્રી :
આ બનાવવા માટે તમારે ૨૦૦ ગ્રામ ખોયા ૦.૨૫ ગ્રામ કેસર, પાંચ મિલિગ્રામ કેવડા નું પાણી, ૫૦ ગ્રામ ખાંડ, ૧૦ ગ્રામ એલચી નો પાવડર, ૪૦૦ ગ્રામ ઘઉંનો લોટ, ત્રણ ચમચી ઘી, બે ચમચી નિમક અને પાણી જોઈશે.
બનાવવા ની રીત :
તો ચાલો જાણીએ કઈ રીતે બનાવવાય આ સ્વાદિષ્ટ વાનગી. સૌ પહેલા એક તપેલીમાં ઘઉંનો લોટ અને મીઠું ભેળવો તેમાં બે ચમચી ઘી નાખો અને પાણીની સાથે ધીમે ધીમે લોટ ને હલાવો. અને ત્યારબાદ એક ભીના કપડા થી તેને એક કલાક માટે ઢાંકી દો અને રાખી દો. ત્યારબાદ ખોયા લઈ અને તેને છીણી નાખો. અને તેની ઉપર કેસર છાંટી દો. હવે તેમાં ગરમ પાણી ઉમેરો અને ખાંડ ઉમેરો ત્યારબાદ તેની ઉપર ઈલાયચી પાવડર નાખો.
કેવડાને પાણીને ખોયાના પાણીમાં મિક્સ કરો. બરાબર હલાવો. હવે આ મિશ્રણના દરેક ભાગને નાના નાના બોલ બનાવી દો. ત્યાર પછી ઘઉંના લોટથી પરોઠા બનાવી દો. પરોઠા માં આ નાના બોલ મૂકી દો ત્યારબાદ તાવડી ઉપર પરોઠા શેકવા માટે મૂકી દો. બંને બાજુ પરોઠાને શેકવું અને ઘી વડે શેકી લો ત્યારબાદ તેનો કલર કોફી કલરનો થઈ જાય ત્યાં સુધી શકો. ગરમા ગરમ પરોઠા તૈયાર છે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team