મિત્રો, હાલ કોરોના ની સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી છે અને તેના કારણે હાલ લોકો બહાર જવાનુ અને બહારની ખાણીપીણી નુ સેવન કરવાનુ પણ ટાળે છે. આના લીધે લોકો પોતાની મનપસંદ ચીજવસ્તુઓનો સ્વાદ માણી શકતા નથી. આજે આ લેખમા અમે તમારા માટે એક સ્વાદિષ્ટ કેક ની રેસીપી લઈને આવ્યા છીએ, તો ચાલો જાણીએ તેના વિશે.
સાધન-સામગ્રી :
ઓટ્સ પાવડર : ૪૪૦ ગ્રામ, સોજી : ૨૨૦ ગ્રામ, ચોખાનો લોટ : ૬૦ ગ્રામ, કોબી : ૧૫૦ ગ્રામ, ડુંગળી : ૧ બાઉલ, કેપ્સિકમ : ૧/૨ બાઉલ, લીલા મરચા : ૨ નંગ, કરી પાંદડા : ૫ નંગ, લીલો ધાણા : ૬૦ ગ્રામ, નમક : સ્વાદ મુજબ, છાશ : ૨૦૦ મી.લી, તેલ : આવશ્યકતા મુજબ
વિધિ :
આ કેક તૈયાર કરવા માટે સૌથી પહેલા તો એક વાસણ લો. ત્યારબાદ તેમા ઓટ્સ પાવડર, સોજી, ચોખા નો લોટ, નમક, કોબી, ડુંગળી, લીલા મરચા અને કરિ પતા ઉમેરો. ત્યારબાદ તેમાં લીલો ધાણા અને છાશ ઉમેરો. જો તમે ઈચ્છો તો છાશ ને બદલે પાણી પણ ઉમેરી શકો છો. આ ઉપરાંત જો તેમા માખણ નુ દૂધ ઉમેરવામા આવે તો સ્વાદ બે ગણો વધી જશે.
ત્યારબાદ આ બધી જ વસ્તુઓ એકસાથે મિક્સ કરો અને તેને યોગ્ય રીતે મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ આ તૈયાર થયેલી પેસ્ટમાથી નાના નાણા પેનકેક તૈયાર કરો. આ પેનકેક ને બંને બાજુએથી હળવા શેકી લો. ત્યારબાદ તેને લીલી ચટણી અથવા તો નાળિયેર ની ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે તમારુ ઓટ્સ એન્ડ વેજીટેબલ કેક. આ કેક એકવાર ઘરે અવશ્ય ટ્રાય કરજો.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team