મિત્રો, શીલાજીતનુ નામ લગભગ સૌ કોઈએ સાંભળ્યુ જ હશે. આપણા દેશમા તેને વાયગ્રા તરીકે ઓળખવામા આવે છે. તેના ઉપયોગથી તમારી ઘણી બધી શારીરિક સમસ્યાઓ દૂર થાય છે. ખાસ કરીને તે પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે.આ સિવાય તેના નિયમિત સેવનથી તમને અનેકવિધ બીમારીઓમા રાહત મળે છે. મોટાભાગના લોકો તેનો ઉપયોગ ફક્ત શારીરિક ક્ષમતા વધારવા માટે કરે છે પરંતુ, વાસ્તવિકતા એ છે કે, તે આ સિવાય પણ ઘણી બીમારીઓના નિદાન માટે ફાયદાકારક છે અને આયુર્વેદમા પણ તેના સેવનથી થતા અનેકવિધ ફાયદાઓનો ઉલ્લેખ કરવામા આવ્યો છે.
સામાન્ય રીતે ઘેરા અને ભૂરા રંગની દેખાતી આ આ ઔષધી સ્વાદે ખુબ જ કડવી અને ગરમ હોય છે. જ્યારે તે સુકાઈ જાય છે ત્યારે તેમાંથી ગૌમૂત્રની ગંધ આવે છે. તે હિમાલયના પ્રદેશોમાં જોવા મળતો એક કાળો પદાર્થ છે. તે પુષ્કળ માત્રામા ઔષધીય ગુણતત્વો ધરાવે છે. આપણા ભારતીય બજારમા તેની કિંમત ઘણી વધારે છે. આયુર્વેદમા પણ તેનો ઉલ્લેખ કરવામા આવેલ છે. હજારો વર્ષોથી લોકો તેનું સેવન કરે છે. હાલ, થોડા સમય પહેલા એક સર્વેમા એવુ બહાર આવ્યું હતુ કે, તેનુ સેવન તમારા તણાવને ઘટાડવામા ખુબ જ મદદગાર સાબિત થાય છે. તો ચાલો આજે આ લેખમા આ ઔષધીના સેવનથી થતા લાભ-ગેરલાભ વિશે માહિતી મેળવીએ.
ફાયદા :
આ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ અલ્ઝાઇમર જેવી બીમારીઓના નિદાન માટે પણ થાય છે. આ બીમારી એ માનસિક વિકારનો એક પ્રકાર છે, જેમા મેમરી, વર્તન અને વિચારવાની ક્ષમતામા સમસ્યા હોય છે. આ સમસ્યા માટે અનેકવિધ દવાઓ ઉપલબ્ધ છે પરંતુ, કેટલાક સંશોધનકારો એવુ માને છે કે, શીલાજિત એ અલ્ઝાઇમરની સમસ્યાને વધતા અટકાવે છે. આ ઉપરાંત જો તમે આ ઔષધિને દૂધમા મિક્સ કરો અને તેનું સેવન કરો તો તે વીર્યમા પણ વૃદ્ધિ લાવે છે.
આ સિવાય તેમા પુષ્કળ માત્રામા એન્ટી-ઓક્સીડન્ટ ગુણધર્મો સમાવિષ્ટ છે, જે હૃદય, ફેફસા, યકૃત અને ત્વચામાં વૃદ્ધત્વ પ્રક્રિયાને અટકાવવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. વિશેષ તેમા સમાવિષ્ટ ઝીંક અને મેગ્નેશિયમ ટેસ્ટોસ્ટેરોનની ઉણપને દૂર કરવા માટે એક ઔષધ તરીકે કામ કરે છે. આ ઔષધિનુ સેવન કરવાથી શરીરના ઉર્જાના સ્તરમા વધારો થાય છે અને લોહીમાં શર્કરાના સ્તરને સંતુલિત કરવામાં પણ મદદ મળે છે. આ સિવાય તે ડાયાબિટીઝ જેવા રોગોથી પીડિત લોકો માટે પણ ઔષધ સાબિત થઈ શકે છે.
આડઅસર :
જો તમે આ ઔષધિનુ વધારે પડતુ સેવન કરો તો તેના કારણે હાથ, પગ અને પેટમાં ભારેપણાની લાગણીનો અનુભવ થાય છે. આ સિવાય શરીરનુ તાપમાન સંતુલિત ના હોવાને કારણે તમારો મૂડ પણ બગડી શકે છે. આ સિવાય માથાના દુ:ખાવો જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે. આ સિવાય તેના વધુ પડતા સેવનના કારણે તમને ઉલટી પણ થઈ શકે છે તથા તમારો સ્વભાવ ચંચળ બની શકે. આ સિવાય તેના વધુ પડતા સેવનથી એલર્જીને કારણે ત્વચામાં બળતરા, ફોલ્લીઓ અને બળતરા દેખાઈ શકે છે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો
Facebook: જીગલો ગુજરાતી
Instagram: જીગલો ગુજરાતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team