સોમનાથ મંદિર : એક અનોખી અમરકથા

વિજ્ઞાનનો વિકાસ થયો છે છતાં હજી માનવીમાંથી ઈશ્વરીય શ્રદ્ધા ઘટી નથી. ઉલ્ટાનો વધારો થયો છે. ભારતની ભૂમિ પર અનેક મંદિરો આવેલાં છે. આજે આપણે બાર જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ સ્થાન ધરાવતા સોમનાથ મંદિરનો પરિચય મેળવીએ.

old-somnath-temple

ગિર સોમનાથ જિલ્લામાં અરબ સાગર કિનારે આવેલું છે. પ્રભાસ પાટણ જૂનું નામ. સરસ્વતી, હિરણ્ય અને કપિલાનો ત્રિવેણી સંગમ. કાલભૈરવ નામનું લિંગ. ચંદ્રે આ શિવલિંગની ઉપાસના કરી ચંદ્ર એટલે સોમ તેથી સોમનાથ નામે પ્રસિદ્ધ થયું.

old-somnath-temple-1

શિવલિંગની પૂજા ગંગાજળ કાવડ દ્વારા લાવીને કાશ્મીરી પુષ્પોથી થતી. દરોજ એક હજાર બ્રહ્મણો દ્વારા પૂજા થતી. ૨૦૦ મણ સોનાની સાંકળે ઘંટારવ થતો. ૫૬ રત્નજડિત સ્તંભો શૈવધર્મી રાજાઓએ સોનાથી મઢાવેલા.
શિવલિંગ દસ ફૂટ ઊંચું, છ ફૂટ પહોળું અને ચાર ફૂટ જેટલું જમીનમાં રહેલું છે.

Somnath-Jam-Saheb-Sardar-Patel

ભીમદેવ સોલંકીએ બુંદેલખંડ જીતીને લાવેલી સોનાની પાલખી અહીં ભેટમાં ધરી હતી. મંદિરના ગર્ભગૃહમાં દાખલ થવા ત્રણ માર્ગ, છત્રીસ થાંભલાથી સજ કોતરણીવાળો ગૂઢમંડપ સોલંકીયુગની ઝાંખી કરાવે છે.
દંતકથા કહે છે પ્રથમ મંદિર સોમે સોનાનું બંધાવ્યું. પછી રાવણે રૂપાનું, શ્રી કૃષ્ણે લાકડાનું. ભીમદેવે પથ્થરનું, કુમારપાળે જીર્ણોદ્ધાર કરાવ્યું.

sultan-khilji-looted-and-destroyed-somnath

આ મંદિર કુલ સાત વાર લૂંટાયું છે ઈ.સ.૧૦૨૪માં મહંમદ ગઝનીએ.૧૩૭૪માં સરદાર અફઝલખાંએ, ત્યારબાદ ૧૩૯૦માં,૧૪૫૧માં,૧૪૯૦માં,૧૫૧૧માં,૧૫૩૦માં અને છેલ્લે ઔરંગઝેબે ઈ.સ.૧૭૦૧માં લૂંટયું હતું.
આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે જીર્ણોદ્ધાર કરાવી આજનું ભવ્ય મંદિર બનાવ્યું. (૧૧-૫-૧૯૫૧) વિક્રમ સંવત ૨૦૦૭ વૈશાખ સુદ પાંચમના શુભ દિને રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જયોર્તિલિંગની સ્થાપના કરી. મંદિરનું આલેખન સ્થપતિ પ્રભાશંકર સોમપુરાએ કર્યું છે. બાંધકામ કૈલાસ મહામેરુ પ્રાસાદ રૂપે થયું છે.

new-somnath-temple

૧-૧૨-૧૯૯૫ના રોજ સોમનાથ મંદિર રાષ્ટ્રપતિ ડૉ.શંકરદયાળ શર્માના વરદ હસ્તે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું. આસપાસનાં ધાર્મિક સ્થળોમાં શ્રી કૃષ્ણને પારધીએ તીર માર્યું ભાલકાતીર્થ, શ્રી કૃષ્ણના અગ્નિ સંસ્કારનું સ્થળ હિંગળાજ મંદિર, ત્રિવેણી સંગમ, આદિપ્રભાસ અને જલ પ્રભાસ નામના જળકુંડો. આવેલા છે. જય સોમનાથ મહાદેવ

લેખક – રાઘવ વઢિયારી

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment