મહાભારતના યુદ્ધમાં કર્ણ અને કૃષ્ણ નો સંવાદ

મહાભારતમાં, કર્ણ ભગવાન શ્રીકૃષ્ણને પૂછે છે – મારો જન્મ થયો તે જ ક્ષણે મારી માતાએ મને છોડી દીધો. શું હું ગેરલાયક બાળક થયો હતો તે મારી ભૂલ છે ?

હું ધ્રોણાચાર્ય પાસેથી શિક્ષણ નથી મેળવી શક્યો કારણ કે હું એક ક્ષત્રિય ન હતો. પરશુરામે મને શીક્ષણ આપ્યું પણ જ્યારે એમને ખબર પડી કે હું કુંતીનો પુત્ર છું એક ક્ષત્રિય છું ત્યારે મને શ્રાપ આપ્યો કે હું મારી વિદ્યા જરૂરત સમયે ભૂલી જઈશ. એક ગાયને આકસ્મિક રીતે મારુ તીર વાગી ગયું અને તેના માલિકે મારો કોઈ દોષ ન હોવા છતાં બદલ મને શ્રાપ આપ્યો હતો.

karna-parshuram

હું દ્રૌપદીના સ્વયંવરમાં પણ કલંકિત થયો હતો. આખરે મને તેના બીજા પુત્રોને બચાવવા માટે જ માતા કુંતી એ સત્ય કહ્યું. મને જે કંઈપણ મળ્યું તે દુર્યોધનના દાન (ભિક્ષા) દ્વારા મળ્યું હતું. તેથી હું તેના પક્ષમાં રહું એમાં ખોટુ શું છે ???

karna

ભગવાન શ્રીકૃષ્ણ જવાબ આપ્યો : કર્ણ, મારો જન્મ જેલમાં થયો હતો. મારા જન્મ પહેલાં જ મૃત્યુ મારી રાહ જોતું હતું. જે દિવસે મારો જન્મ થયો તે દિવસે હું મારા જન્મના માતાપિતાથી અલગ થઈ ગયો. નાનપણથી જ અમે તલવારો, રથ, ઘોડાઓ, ધનુષ અને તીરનો અવાજ સાંભળીને મોટા થયા છે.

krishna

હું ચાલી શક્યો તે પહેલાં જ મને મારવાના પ્રયત્નો કરવામાં આવ્યા. હું પશુઓ, છાણ ની વચ્ચે મોટો થયો અને મને મારવાના અનેક પ્રયાસો કર્યા ! મેં લોકોને એમ કહેતા સાંભળ્યા છે, કે હું જ તેમની બધી સમસ્યાઓનું કારણ છું. ન તો મારી પાસે સૈન્ય હતું કે ના કોઈ અભ્યાસ.

krishnaa

તમારા બધા શિક્ષકો (ગુરુઓ) દ્વારા તમારા શૌર્યની પ્રશંસા કરવામાં આવી ત્યારે, મેં કોઈ શિક્ષણ પણ મેળવ્યું ન હતું. હું ફક્ત 16 વર્ષની ઉંમરે ઋષિ સંદિપનીના ગુરુકુળમાં જોડાયો ! તમે તમારી પસંદની છોકરી સાથે લગ્ન કર્યાં છે. જ્યારે હું જેને પ્રેમ કરતો હતો તે મને ક્યારેય ન મળી, અને બદલામાં જે મને ચાહતી હતી અને જેને મેં રાક્ષસો થી બચાવી હતી તેની જોડે લગ્ન કર્યા. મારે મારા સમગ્ર સમુદાયને જરાસંધથી બચાવવા માટે યમુના ના કિનારે થી દૂર સમુદ્ર કિનારે લઈ જવો પડ્યો. તેથી મને ડરપોક ભાગનાર કહેવા માં આવ્યો !!

karna-duryodhan

જો દુર્યોધન યુદ્ધમાં વિજય મેળવે છે તો તમને ઘણું શ્રેય મળશે. પણ જો ધર્મરાજ યુદ્ધમાં જીતે તો મને શું મળશે ? ફક્ત યુદ્ધ અને તેનાથી સંબંધિત બધી સમસ્યાઓનો દોષ… એક વાત યાદ રાખો કર્ણ, દરેક વ્યક્તિને જીવનમાં પડકારોનો સામનો કરવો પડે છે. જીવન એટલું પણ સરળ નથી !!!

karna-krishna

પરંતુ જે સાચું છે (ધર્મ) તે તમારા મન (અંત:કરણ) ને ખબર છે. આપણને કેટલા અન્યાય થયા કે પછી કેટલી વાર આપણે બદનામ થયા, કેટલી વાર આપણે પડી ભાંગ્યા, એ સમયે મહત્વનું છે કે તમે કેવી પ્રતિક્રિયા આપી. જીવનની તમને ખોટા રસ્તે ચાલવા માટે ની પરવાનગી આપતું નથી.

krishnaa

હંમેશાં યાદ રાખો, જીવન થોડાંક મુદ્દાઓ થી અઘરું હોઈ શકે છે, પરંતુ નિયતિ આપણે પહેરેલા પગરખાં દ્વારા નથી બનતી, પરંતુ આપણે જે પગલાં લઈએ છીએ તેના થી બને છે.

(માહિતીમાં કાંઈ ભૂલ-ચૂક થઈ હોય તો માફ કરજો અને જણાવજો )

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

લેખક – જીગલો ગુજરાતી ટીમ

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment