માતા વૈષ્ણો દેવી ની યાત્રા કરવા માટે સાયકલ થી ૨૨૦૦ કી.મી. નુ અંતર કાપશે આ ૬૮ વર્ષીય મહિલા, જાણો તેમના વિશે…

મિત્રો, મહારાષ્ટ્ર ના બુલઢાણા જિલ્લાની ૬૮ વર્ષીય સ્ત્રીએ વૈષ્ણોદેવી મંદિરના દર્શન કરવા માટે પોતાની સાઈકલ પર નીકળી પડી. સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમા એવુ કહેવામા આવી રહ્યું છે કે, એક મરાઠી સ્ત્રી સાયકલ લઈને વૈષ્ણોદેવીની યાત્રા પર જઇ રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો સોશિયલ મીડિયા પર આ સ્ત્રીની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે.

રતન શારદા નામના એક ટ્વિટર યુઝરે આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરતા નીચે કેપ્શનમા લખ્યુ છે કે, એક ૬૮ વર્ષીય મરાઠી સ્ત્રી એકલા સાયકલ દ્વારા વૈષ્ણોદેવી જઈ રહ્યા છે, તે ખામગાવ થી ૨૨૦૦ કિ.મી.ની મુસાફરી સાયકલ પર કરી રહ્યા છે … આ છે મધર પાવર. ખરેખર આટલી વયે સાઈકલ પર આટલી લાંબી યાત્રા કરવી એ ખરેખર પ્રસંશનીય છે.

લોકો કરી રહ્યા છે તેમના વખાણ :

આ વીડિયો સામે આવ્યા પછી લોકો આ સ્ત્રીની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. જ્યારે અમુક લોકો આ સ્ત્રીની મદદ કરવા માટે જણાવી રહ્યા છે. એક વપરાશકર્તાએ જણાવ્યુ હતુ કે, મરાઠાઓએ તો પોતાના શુરવીરતાના બળ પરથી મોગલો ને આ દેશના જડમૂળમાથી બહાર ફેંકી દીધા હતા તો આ વાત તો તેની સામે કઈ જ ના કહેવાય.

બીજા યુઝરે લખ્યુ કે, આ સ્ત્રીને કોઈ લિફ્ટ આપો અને યાત્રામાં મદદ કરો. જય માતા દી. ત્રીજા વપરાશકર્તાએ લખ્યુ કે, હું આશા રાખું છું કે તે સુરક્ષિત રીતે પોતાની મુસાફરી પૂર્ણ કરે છે. આ દિવસો તેમના જેવા તાકાત, હિંમત અને શ્રદ્ધા મળવી ખુબ જ મુશ્કેલ છે. આપણે બધાએ આપણા વડીલો પાસેથી ઘણું શીખવાનું છે. જય માતા દી

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment