જાણો પૃથ્વી પર ની એવી ૬ જગ્યાઓ વિશે કે જ્યાં સૂર્ય ક્યારેય અસ્ત થતો જ નથી

મિત્રો, આજે આ લેખમા અમે તમને વિશ્વના એવા સ્થળો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે, જ્યા સૂર્ય ક્યારેય પણ ડૂબતો નથી. હવે તમે કલ્પના કરો કે, જે જગ્યાએ દિવસ ક્યારેય પણ સમાપ્ત થતો નથી તે જગ્યાએ લોકોને કેવી રીતે ખબર પડે કે, ક્યારે સૂવુ? અને ક્યારે જાગવુ? આ છે અમુક એવી જગ્યાઓ કે જ્યા સૂર્ય ક્યારેય ડૂબતો નથી. તો ચાલો જાણીએ આ જગ્યાઓ વિશે.

image source

નોર્વે :

આર્કટિક સર્કલમાં સ્થિત આ જગ્યાને “મીડનાઈટ સનની ભૂમિ” તરીકે પણ ઓળખવામા આવે છે. અહી મે થી જુલાઈ સુધીના લગભગ ૭૬ દિવસો સુધી સૂર્ય ક્યારેય ડૂબતો નથી. તેજસ્વી સૂર્યપ્રકાશ એ દિવસમા લગભગ ૨૦ કલાક સમગ્ર ક્ષેત્રને ઘેરી લે છે. નોર્વેના સ્વાલ્બાર્ડમાં, જે યુરોપનો ઉત્તરીય વસ્તી ધરાવતો પ્રદેશ છે. ૧૦ એપ્રિલથી ૨૩ ઓગસ્ટ સુધી સૂર્ય નિરંતર ઝળકે છે. આ પ્રદેશની એકવાર અવશ્યપણે મુલાકાત લો.

image source

આઇસલેન્ડ :

આઇસલેન્ડ એ ગ્રેટ બ્રિટન પછી યુરોપનું સૌથી મોટું ટાપુ છે. અહી ૧૦ મે થી જુલાઈ સુધી નિરંતર સૂર્યપ્રકાશ મેળવે છે, જ્યા સૂર્ય ક્ષિતિજની ઉપર હોય છે. અહી, આકર્ષક ઉત્તરીય લાઇટ્સ ઉપરાંત હાઇકિંગ, વાઈલ્ડ લાઈફ, વ્હેલ જોવાનું, કેવિંગ, સાયકલ ચલાવવું અને રાષ્ટ્રીય ઉદ્યાનોની મુલાકાત લેવી વગેરેનો આનંદ માણી શકો.

image source

કેનેડા :

વિશ્વનો બીજો સૌથી મોટો દેશ કેનેડાના અમુક ભાગો પણ વર્ષના અમુક સમયકાળ દરમિયાન બરફથી ઢંકાયેલા રહે છે. ઇનુવિક અને વાયવ્ય પ્રદેશો જેવા સ્થળોએ ઉનાળાની ઋતુમા લગભગ ૫૦ દિવસ સુધી સૂર્ય ચળકતો રહે છે. અહી તમે ઔરોરા જોવા, પર્વત ચડવો, ગરમ ઝરણાં, સસ્પેન્શન બ્રિજ વોક જેવી અનેકવિધ જગ્યાઓની મુલાકાત લઇ શકો છો.

image source

અલાસ્કા :

આ દેશમા મે ના અંતથી જુલાઇના અંત સુધીમા સૂર્ય આથમતો નથી. શિયાળાની ઋતુમા આ દેશમા ઘોર અંધકાર છવાયેલો હોય છે. આ જગ્યા અદભૂત હિમનદીઓ અને બરફથી ઢંકાયેલ પર્વતો માટે ખુબ જ જાણીતી છે. અહી તમે હાઇકિંગ પર અથવા તો ફરવા માટે અનેકવિધ જગ્યાઓ પર જઇ શકો છો. અહી વહેલી સવારના બે વાગ્યે બરફથી ચળકતા પર્વત જોવાની મજા જ કઈક અલગ છે.

image source

સ્વીડન :

ઉપર જણાવેલા અન્ય દેશોની તુલનામા આ દેશ સામાન્ય રીતે થોડો ગરમ દેશ છે. અહી સૂર્ય મધ્યરાત્રિની આસપાસ ડૂબી જાય છે અને સવારે ૪:૩૦ વાગ્યે ફરીથી ઉગે છે. અહી તમે તમારી જાતને સાહસિક પ્રવૃત્તિઓમા વ્યસ્ત રાખીને તમે સારો એવો સમય ગાળી શકો છો. અહી કેવી રીતે માછલી પકડવી, ગોલ્ફ રમવું, સ્કીઇંગ કરવું, ઉત્તરી લાઈટો જોવી, રાષ્ટ્રીય ઉદ્યાનોની મુલાકાત લેવી વગેરે જેવી પ્રવૃતિઓનો આનંદ માણી શકો છો.

image source

ફિનલેન્ડ :

આ દેશમા અનેકવિધ તળાવો અને ટાપુઓ આવેલા છે. આ દેશના મોટાભાગના ભાગોમા ઉનાળાની ઋતુ દરમિયાન ૭૩ દિવસ સુધી સૂર્ય ચમકતો રહે છે. અહી ઉત્તરીય લાઇટ્સ જોવા ઉપરાંત તમે સ્નોઇગ્લૂઝમા રહીને આનંદ માણી શકો છો અને સ્કીઇંગ પણ કરી શકો છો. આ ઉપરાંત પાનખર મહિનામા તમે અનેકવિધ અદભૂત દૃશ્યોનો આનંદ પણ માણી શકો છો.

image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment