આ શહેરમાં છે સંતાન પ્રાપ્તિ માટેની અનોખી પ્રથા, સુતેલી મહિલાઓ ઉપરથી પસાર થાય છે લોકો

છત્તીસગઢ ના ધમતરી મા દીવાળી પછી દર વર્ષે મડઇ ના મેળા નુ આયોજન થાય છે, ત્યા માતા અંગારમોતી મંદિર મા સંતાન પ્રાપ્તિ માટે એક રીવાજ લાંબા સમય થી ચલતો આવે છે, જ્યા મહિલાઓ પોતાના પેટ ના જોરે સુવે છે અને બૈગા સમુદાય ના લોકો સુતેલી મહિલાઓ ઉપર થી પસાર થાય છે.

Image Source
અમે આજે તમને વાત કરવા જઈ રહયા છીએ છત્તીસગઢ ના આવેલા ધમતરી પ્રદેશની કે જ્યાં દીવાળી પછી દર વર્શે મડઇ ના મેળા નુ આયોજન કરવામાં આવે છે, ત્યા મા અંગારમોતી મંદિર મા સંતાન પ્રાપ્તિ માટે ઘણા સમય થી એક રીવાજ ચાલ્યો આવે છે, જ્યા સૌ પ્રથમ મહિલાઓને તેમના પેટ ના બળે સુવડાવવામાં આવે છે અને બૈગા સમુદાય ના લોકો આ સુતેલી મહિલાઓ ઉપર થી પસાર થાય છે, જેને પરણ કહેવાય છે. ત્યાં માન્યતા છે કે આમ કરવાથી મહિલાઓને ઈચ્છિત સંતાન પ્રાપ્ત થાય છે. આ વર્ષે પણ ૨૦૦ કરતા વધારે મહિલાઓએ લીંબુ, શ્રીફળ તથા અન્ય પૂજાની સામ્ગ્રી લઇને વાળ છુટ્ટા રાખી પેટ ના બળે સુવે છે તમેં જોઈ શકો છો કે કેવી રીતે ૨૦૦ મહિલાઓ જમીન પર તેમના પેટ ના જોરે સુતેલી છે અને બૈગા સમુદાય ના લોકો સુતેલી મહિલાઓ ઉપર થી પસાર થાય છે.

તમને જણાવી દઈએ કે મડઇના મેળા ને જોવા મટે હજારો લોકો દુર-દુર થી અહી આવે છે મડઇના મેળાના દિવસે નિ:સંતાન મહિલાઓ મોટી સંખ્યામાં અહિયા આવે છે. ૨૦ નવેમ્બરે મા અંગારમોતીના મંદિરે મડઇના મેળામાં ૨૦૦ કરતા વધારે નિ:સંતાન મહિલાઓ સંતાન પ્રાપ્તિ ની કામના લઇ અહી આવતી હોય છે. માન્યતા પ્રમાણે મડઇ, ધ્વજ અને ડાંગ લઇ ૧૧ કરતા વધુ બૈગાઓ ના ટોળા ની સામે મહિલાઓ તેમના પેટ ના જોરે સુઇ જાય છે અને બૈગાઓ ના ટોળા મહિલાઓ પરથી પસાર થતા હોય છે. માન્યતા છે કે આવીરીતે મહિલાએ સુવુ અને તેનિ ઉપર થી બૈગાઓ પસાર થવા થી માતા ના આશીર્વાદ મળે છે અને આવી નિ:સંતાન મહિલાઓ ને સંતાન પ્રાપ્તિ થાય છે.

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment