નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ૫૦ વર્ષની ઉમર પછી કોઈ પણ વ્યક્તિએ આહારમાં શું ફેરફાર કરવો જોઈએ. અમને મળતી માહિતી મુજબ બ્રિટીશ ન્યુટ્રિશન ફાઉન્ડેશન દ્વારા કહેવામાં આવે છે કે ૫૦ વર્ષની ઉમર પછીના વ્યક્તિઓમાં તેમની મેટાબોલિક સિસ્ટમએ ૨૦ વર્ષના વ્યક્તિ કરતા ઘણી ધીમી હોય છે. જેથી મોટી ઉમરના વ્યક્તિઓએ ફિટ રહેવા માટે ખૂબ ઓછી કેલરીવાળા ખોરાકની જરૂર હોય છે. વૃદ્ધાવસ્થા આવતાની સાથે સાથે હાઈ બ્લડપ્રેશર, હ્રદયરોગ, ડાયાબિટીઝ અને પ્રોસ્ટેટ કેન્સરની સમસ્યા પણ વધે છે. નિષ્ણાતો કહે છે કે ૫૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિના ખોરાકમાં તંદુરસ્ત આહારના સેવનથી, આવા રોગોનું જોખમ ઘટાડી શકાય છે. તો ચાલો જાણીએ આવા આહાર વિશેની માહિતી વિષે.
ચરબીયુક્ત માછલી:
ચરબીયુક્ત માછલી જેવી કે સલમોન તેમાં ઓમેગા-3 ફેટી એસિડ મળી આવે છે. આ એસિડ શરીરના આંતરડામાં ઉદ્ભવતી જલનની સમસ્યાને ઘટાડે છે સાથે સાથે રક્તકણોના સ્તરને જાળવી રાખે છે. આનાથી શરીરમાં કોલેસ્ટરોલની માત્રા જળવાય રહે છે અને આંતરડામાં થતી જલનની સમસ્યા ઓછી થાય છે. તેનાથી આંતરડાના કેન્સરનું જોખમ ઘટે છે.
ઇંડા:
આપણે સૌ જાણીએ છીએ કે વધતી ઉંમરની સાથે માનવ શરીરના સ્નાયુઓ નબળા પડવા લાગે છે. ઇંડા એ પ્રોટીનનો શ્રેષ્ઠ સ્રોત છે જેના સેવનથી આપણા સ્નાયુઓને નબળા પડતા અટકે છે. ઇંડામાં શરીર માટે જરૂરી વિટામિન-ડી અને ઓમેગા-3 ફેટી એસિડ પણ મળે છે. તેમાં કોલીન નામનું એક વિશિષ્ટ પોષક તત્વ છે જે આપણા જનીનને નિયમિત કરવામાં ઉપયોગી છે.
એવોકાડો:
હાલ ના સમયમાં વ્યક્તિઓમાં કોલેસ્ટરોલની સમસ્યા બહુ વધી રહી છે. તેને નિયંત્રિત કરવા માટે તમે હેલ્ધી ફૂડ એવા એવોકાડોનો ઉપયોગ કરી શકો છો. તે બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા તેમજ હૃદયરોગના જોખમોને ઓછા કરવામાં ખૂબ લાભકારક છે. વજન ઘટાડવા માટે અને શરીરમાં થતી જલનની સમસ્યાથી રાહત મેળવવા માટે પણ તે ખૂબ લાભકારક છે.
બ્લુબેરી અથવા સ્ટ્રોબેરી:
તમને ના ખબર હોય તો અમેં જણાવી દઈએ કે બેરીઝને ફાઇબરનો શ્રેષ્ઠ સ્રોત ગણવામાં આવે છે. આ એક એવું પોષકતત્વ છે કે જે આપણા વજનને પણ નિયંત્રણમાં રાખે છે. તેમાં હાજર એન્ટીઓકિસડન્ટો આપણા શરીરના કોષોને થતાં નુકસાન તેમજ ત્વચા, મૂત્રાશય, ફેફસાં અને ગળાના કેન્સરના જોખમથી પણ રક્ષણ આપે છે. તમે તેનું સેવન કચુંબર કે દહીં સાથે કરી શકો છો.
બદામ અને અખરોટ:
ઘરડા વ્યક્તિઓ માટે બદામ અને અખરોટને ખૂબજ આરોગ્યપ્રદાન કરનાર ગણવામાં આવે છે. બદામએ શરીરના હાડકાંને મજબૂતાઈ આપે છે તેમાં પ્રોટીન અને આરોગ્યપ્રદાન કરનાર ફેટ હોય છે. બદામની સાથે અખરોટ પણ આહારમાં શરીરને ફાઇબર પ્રદાન કરનાર એક અમુલ્ય સ્રોત છે. જે ચરબીને નિયંત્રણમાં રાખનાર જીન્સને સક્રિય રાખે છે. બાદમએ આપણા મગજ માટે પણ શ્રેષ્ઠ છે. અત્યારના સમયમાં દરેક લોકોએ દરરોજ અંદાજીત ૬ થી ૧૦ બદામ અને ૩ થી ૫ અખરોટ ખાવા જ જોઈએ.
બીટરૂટ:
ધેર્યશક્તિ વધારવાની સાથે બ્લડપ્રેશરને કાબૂમાં રાખવા તેમજ હૃદયને સ્વસ્થ રાખવા માટે બીટરૂટનું સેવન જરૂર છે કારણ કે તેમાં નાઇટ્રેટ નામનું પોષકતત્વ આવેલું છે. તેમાં પોટેશિયમની માત્રા વધુ હોય છે જે બ્લડપ્રેશરને નિયંત્રિત કરે છે અને સાથે સાથે શરીરમાંથી વધારે માત્રામાં જો ક્ષાર હોય તો તેને બહાર નીકાળે છે જેથી શરીરમાંથી બગાડ દુર થાય છે.
આહાર સિવાય શું કરવું:
જો ઉમરની સાથે સાથે વજન પણ વધે તો હૃદયરોગ થવાનું જોખમ રહે છે. તેથી આહારની સાથે સાથે શારીરિક પ્રવૃત્તિ જેવી કે ઉમર પ્રમાણે કરી શકાય તેવી હળવી કસરત કરવી જોઈએ. દારૂ અને સિગારેટથી દૂર રહેવું જોઈએ તેનું સેવનના કરવું જોઈએ. શરીરને દરરોજની ૭ થી ૮ કલાકની પૂરતી ઊંઘ આપો.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો
Facebook: જીગલો ગુજરાતી
Instagram: જીગલો ગુજરાતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team