લાંબા આયુષ્ય માટે ભીષ્મ પિતામાહ ની આ વાતો ને કાયમી માટે રાખો યાદ

પ્રત્યેક માનવી તંદુરસ્ત તથા લાંબુ આયુષ્ય ઇચ્છતા હોય છે. પણ આજની તણાવ ભરેલ તથા ઝડપી જીવનશૈલીમાં જીવન નાનુ થઈ ગયુ છે. માનવી એકાએક જ કાળના મુખમા સમાય જાય છે. આવામા જો તમે મહાભારતના ભીષ્મ પિતાએ સુચવેલા શ્લોકોનુ પાલન કરો, તો તમે લાંબુ આયુષ્ય મેળવી શકો. તો ચાલો જાણીએ ઈચ્છા મૃત્યુના આશીર્વાદની સાથે શતાબ્દીઓ સુધી જીવંત રહેનાર ભીષ્મ પિતામહના જીવન સાથે સંબંધિત વિચારો અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરવાના ઉપાય વિશે.


Image source

જીવનનો ત્યાગ ન કરવો :

“એતા બુદ્ધિં સમાંસ્થય જીવિતત્યં સદા ભવેત્।
જીવન્ પુણ્યમવાપ્નોતિ પુરુષો ભદ્રમશ્નુતે॥“

ભીષ્મ પિતા ઉપર આપેલ શ્લોકના માધ્યમ વડે કહે છે કે પુણ્ય ભેગુ કરવુ આવશ્યક છે. પણ જે વ્યક્તિ જીવંત રહે છે તે પુણ્ય ભેગુ કરે છે. તેનાથી વયમા વધારો થાય છે. તેથી વ્યક્તિએ ક્યારે પણ જીવનનો ત્યાગ કરવો જોઈએ નહી. અહીં ભીષ્મ પિતાએ એ જણાવ્યુ છે કે કોઈએ પોતાના જીવનથી નિરાશ ન થવુ જોઈએ તથા આત્મહત્યાનો વિચાર ક્યારેય પણ મનમા ન લાવવો જોઈએ.


Image source

જે પણ કરવુ પડે તે અવશ્ય કરવુ જોઈએ :

“યથા યથૈવ જીવેદ્વિ તત્કર્તવ્યમહેલયા।
જીવિતં મરણાચ્છેયો જીવન્ધર્મમવાપ્નુયાત્॥“

ભીષ્મ પિતા ઉપર જણાવેલ શ્લોકો વડે કહે છે કે તેમણે જીવન ટકાવી રાખવા માટે જે કરવુ આવશ્યક છે તે અવશ્ય કરવુ. મૃત્યુથી જીવન સારુ છે. તેથી તમારે જીવવા માટે જે કાર્ય કરવાનુ છે તે તમારે ચોક્કસ કરવુ. પણ જો સારા કામો થાય તેનો ખ્યાલ રાખવો. તે ધર્મ પણ મળે તેમજ જીવન પણ સારી રીતે ચાલે છે. તેથી જો તમારે લાંબું આયુષ્ય ઈચ્છતા હોવ તો પછી ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં જીવવાની આશા છોડવી નહી.


Image source

આચારથી લાંબુ આયુષ્ય :

“આચારાલ્લભતે હ્યાયુરાચારાલ્લભતે શ્રિયમ્।
આચારાત્કીર્તિમાપ્નોતિઃ પુરુષઃ પ્રેત્ય ચેહ ચ ॥“

ઉપર જણાવેલ શ્લોક વડે ભીષ્મ પિતામહ જણાવે છે કે નીતિશાસ્ત્ર મારફત જે માણસને લાંબુ આયુષ્ય મળે છે. તેના લીધે માનવીને સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે. ભિષ્મ પિતા વધુમા જણાવે છે કે ફક્ત સારા આચરણ વડે જ આ જગત અને પરલોકમા નામના મળે છે. આથી લાંબુ આયુષ્ય મેળવવા માટે માનવીએ પોતાનુ વર્તન સારુ રાખવુ હિતાવહ છે.


Image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Facebook: જીગલો ગુજરાતી

Instagram:જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment