મિત્રો, ભારતના રાજ્યોમાં બર્ડ ફ્લૂનો પ્રકોપ ખુબ ઝડપથી વધી રહ્યો છે. રાજ્યની ટીમો પરિસ્થિતિ પર નજર રાખવા અને તેનો ફેલાવો અટકાવવા માટે રણનીતિ તૈયાર કરી રહી છે. જોકે, WHO એ કહ્યું છે કે યોગ્ય રીતે રાંધેલું ચિકન ખાવું સુરક્ષિત છે. માંદગીના આ સમયગાળામાં ઘણા લોકો ચિકન અને ઇંડાનો ઉપયોગ ટાળી રહ્યા છે.
ઇંડાને પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. પ્રોટીન શરીર માટે આવશ્યક પોષક તત્વોમાંનું એક છે. પરંતુ બર્ડ ફ્લૂને કારણે ઇંડાનું વેચાણ બંધ થઈ ગયું છે. પ્રોટીનની ભરપાય શાકાહારી આહાર દ્વારા પણ આપી શકાય છે. અહીં અમે કેટલાક પ્રોટીનથી ભરપૂર શાકાહારી સ્ત્રોતો જણાવી રહ્યા છીએ, જે આ પોષકતત્ત્વોની દૈનિક જરૂરિયાતને પહોંચી વળવામાં મદદ કરશે.
દૂધ:
દૂધમાં લગભગ દરેક પોષક તત્વો હોય છે જેની તમારા શરીરને જરૂર હોય છે. તે ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોટીનનો સારો સ્ત્રોત છે. જો તમને એમ લાગતું હોય કે દૂધનો ઉપયોગ કરવાથી ચરબી વધશે, તો તમે ઝીરો ફેટ અથવા ટોન્ડ મિલ્કનો ઉપયોગ કરી શકો છો. એક કપ દૂધમાં ૮ ગ્રામ પ્રોટીન અને ૧૪૯ કેલરી હોય છે.
બદામ અને સીડ્સ:
બદામ અને સીડ્સમા વિપુલ માત્રામાં પ્રોટીન જોવા મળે છે. બદામ, અખરોટ, મગફળી અને ચિયાના બીજ પણ પ્રોટીનનો ભંડાર છે અને તે તમને દૈનિક પોષણની જરૂરિયાતોને પહોંચી વળવામાં સરળતાથી મદદ કરી શકે છે.
ક્વિનોઆ:
ક્વિનોઆ પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે. યુએસડીઈ અનુસાર ૧૦૦ ગ્રામ ક્વિનોઆમાં ૧૪ ગ્રામ પ્રોટીન હોય છે. ક્વિનોઆ શાકાહારીઓ માટે પ્રોટીનનો સારો સ્ત્રોત છે. ડિનરમાં ક્વિનોઆની સ્વાદિષ્ટ વાનગી બનાવી શકાય છે.
આ પણ વાંચો: નિષ્ણાતોના મત મુજબ ૫૦ વર્ષ પછી સેવન કરવું જોઈએ આ વસ્તુઓનું, તેના છે અઢળક ફાયદા
સોયાબીન:
યુએસડીઈ અનુસાર ૧૦૦ ગ્રામ કાચા સોયાબીનમાં ૩૬ ગ્રામ જેટલું પ્રોટીન હોય છે. જેથી આના દ્વારા દૈનિક પ્રોટીનની ૭૨ ટકા સુધીની જરૂરિયાત પૂર્ણ કરી શકે છે. સોયાબીનનો ઉપયોગ અનેક રીતે કરી શકાય છે. તમે તેનો સ્વાદિષ્ટ સોયા ચાટ અથવા સોયાબીનની શાકભાજી તરીકે ઉપયોગ કરી શકો છો.
પનીર અથવા કોટેજ ચીઝ:
પનીર સૌથી વધુ પસંદ કરવામાં આવેલા શાકાહારી આહારમાંનું એક છે. યુએસડીઈ અનુસાર ૧૦૦ ગ્રામ પનીરમાં ૧૪ ગ્રામ સુધીના પ્રોટીનમાં જોવા મળે છે. પનીર સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક છે. તેને ખોરાકમાં અનેક રીતે સામેલ કરી શકાય છે.
કાબુલી ચણા અને દાળ:
દાળ પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે. તેને પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. પ્રોટીનની દૈનિક જરૂરિયાતને પહોંચી વળવા માટે એક વાટકી દાળનું નિયમિત સેવન કરવું જોઈએ. એક કપ દાળમાં ૧૮ ગ્રામ પ્રોટીન જોવા મળે છે. કાબુલી ચણા પણ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. કાબુલી ચણાના એક કપમાં ૩૯ ગ્રામ પ્રોટીન હોય છે.
આ પણ વાંચો: વજન ઘટાડવા માટે ઠંડીમા ખાઓ આ સાત વસ્તુઓ, નીકળેલી તોંદ થી પણ મળશે રાહત…
પ્રોટીન સપ્લિમેન્ટ્સ:
જો તમે જીમમાં જાવ અને સ્નાયુઓની તાકાત વધારવા માંગો છો તો વ્હે પ્રોટીનનુ સેવન કરી શકો છો. તે પ્રોટીન સપ્લિમેન્ટ તરીકે કામ કરે છે. તેમાં ઉચ્ચ ગુણવત્તાનુ પ્રોટીન હોય છે જે સ્નાયુઓનું નિર્માણ કરવામાં મદદ કરે છે. તે વજન ઉતારવામાં પણ મદદ કરે છે. તેના એક સ્કૂપમાં લગભગ ૨૦ થી ૫૦ ગ્રામ પ્રોટીન હોઈ શકે છે.
બ્રોકોલી અને ફ્લાવર:
એક કપ કાચી બ્રોકોલીમાં લગભગ ૨.૬ ગ્રામ પ્રોટીન હોય છે અને તેમાં વિવિધ પ્રકારના પોષક તત્વો હોય છે. ફ્લાવરમાં ખૂબ જ ઓછી કેલરી વાળું પ્રોટીન હોય છે. એક કપ કાપેલા ફ્લાવરમાં ૨૭ કેલરી અને ૨ ગ્રામ પ્રોટીન હોય છે. આ બે શાકભાજીને પ્રોટીનનું પાવરહાઉસ કહેવામાં આવે છે.
તો આ સ્વાદિષ્ટ શાકાહારી સ્ત્રોતોને તમારા આહારમાં સામેલ કરો. આ વસ્તુઓ તમને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન આપશે. આ તમને તંદુરસ્ત તેમજ ફીટ પણ રાખશે.
આ પણ વાંચો: જો તમે પણ રહેવા માંગતા હોય હેલ્ધી, તો આવી રીતે બ્લડ પ્રેસરને રાખો કંટ્રોલમાં
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો
Facebook: જીગલો ગુજરાતી
Instagram: જીગલો ગુજરાતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team